Cyclone Biparjoy: જામનગરમાં વાવાઝોડાને પગલે અનેક સ્થળે વૃક્ષો ધરાશાયી, કાલાવડ-ધોરાજી હાઇવે થયો બંધ

|

Jun 16, 2023 | 9:48 AM

જામનગરમાં વાવાઝોડાને પગલે ગઇકાલ રાતથી જોરદાર પવન ફૂંકાઇ રહ્યો છે. પવનના કારણે અનેક સ્થળે વૃક્ષો ધરાશાયી થયા છે. કાલાવડ-ધોરાજી હાઇવે પર વૃક્ષો ધરાશાયી થવાની ઘટના સામે આવી છે.

Cyclone Biparjoy: જામનગરમાં વાવાઝોડાને પગલે અનેક સ્થળે વૃક્ષો ધરાશાયી, કાલાવડ-ધોરાજી હાઇવે થયો બંધ
Cyclone effect

Follow us on

Jamnagar : ગુજરાત પરથી ગઈકાલે બિપરજોય વાવાઝોડું (Cyclone Biparjoy) પસાર થયું. વાવાઝોડાના કારણે અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા છે તો ક્યાંક મકાનોને નુકશાન થયું છે, ત્યારે જામનગરમાં વાવાઝોડાને પગલે ગઈકાલ રાતથી જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે. પવનના કારણે અનેક સ્થળે વૃક્ષો ધરાશાયી થયા છે. કાલાવડ-ધોરાજી હાઇવે પર વૃક્ષો ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. જેના કારણે કાલાવડ-ધોરાજી હાઇવે બંધ થયો હતો. રસ્તા વચ્ચે વૃક્ષ પડતા વાહનવ્યવહારને અસર થઈ હતી.

આ પણ વાંચો Cyclone Biparjoy : વાવાઝોડાએ ગુજરાતમાં મચાવી તબાહી, 940 ગામોમાં વીજપોલ ધરાશાયી, 524 વૃક્ષ પડ્યા, જુઓ Video

વાવાઝોડાના કારણે મકાનોને નુકશાન

જામનગરના જામજોધપુર તાલુકામાં પણ બિપોરજોય વાવાઝોડાની અસર જોવા મળી હતી. જામજોધપુર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. પવન સાથે વરસાદના કારણે અનેક મકાનોને નુકશાન થયું હતું. મકાનોના નળિયા ઉડી ગયા હતા તો અનેક મકાનો ક્ષતિગ્રસ્ત થયા હતા. સદનસીબે વાવાઝોડાના કારણે કોઈ જાનહાની થઈ નથી.

જામનગરના ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો

ગુજરાતના દરિયાકાંઠે બિપરજોય વાવાઝોડુ ટકરાવાની અસર જામનગરમાં પણ જોવા મળી છે. જામનગરના કાલાવડ તાલુકાના ગ્રામ્યવિસ્તારોમાં આવેલી વાડી વિસ્તારમાં બિપરજોય વાવાઝોડાની અસર જોવા મળી છે. તાલુકાના ખાનકોટડા,બાગા,બેરાજા ,ધૂળશિયા, ઘુતારપર સહિત અનેક ગામોમાં વાવાઝોડાની અસર જોવા મળી છે.

ક્યા 5 મેડિકલ ટેસ્ટ છે જે વર્ષમાં એક વાર જરૂર કરાવવા જોઇએ ?
ડિલિવરી પછી પેટની ચરબી કેવી રીતે ઘટાડવી?
IPL 2025માં શ્રેયસ અય્યર એક કલાકમાં કેટલા પૈસા કમાઈ રહ્યો છે?
આ કોરિયોગ્રાફરની માસિક આવક 2 કરોડ રૂપિયાથી વધુ છે, જુઓ ફોટો
Waqf Meaning: વક્ફનો અર્થ શું છે, આ શબ્દ ક્યાંથી આવ્યો?
પિતૃદોષ હોય તો દેખાય છે આ સંકેત

PGVCLની ટીમ ગ્રામ્યવિસ્તારોમાં જવા રવાના

ભારે પવનના લીધે અનેક થાંભલા પડી ગયા છે. જેથી ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. ભારે પવનના લીધે અનેક વિજપોલ અને વાયર તૂટી ગયાના દ્રશ્ય સામે આવ્યા છે. વિજપોલ તૂટવાના સમાચાર મળતા જ કાલાવડ PGVCLની ટીમ ગ્રામ્યવિસ્તારોમાં જવા રવાના થયા છે. PGVCLની ટીમ દ્વારા વીજ પુરવઠો ફરી શરૂ કરવા કામગીરી હાથ ધરવામાં આવી છે.

ગુજરાતના 940 ગામોમાં વીજપોલ પડ્યા

વાવાઝોડામાં અસરગ્રસ્ત ગામોમાં 940 ગામોમાં વીજપોલ પડ્યા, અમુક ગામડામાં વીજળી રિસ્ટોર કરાઇ હતી. જોકે માનવ મૃત્યુના એક પણ બનાવ સામે આવ્યો નથી. વાવઝોડામાં વિવિધ પ્રકારે 22 લોકોને ઇજા પહોંચી છે. વિવિધ જિલ્લાઓમાં પશુ મૃત્યુનો આંક 23 સામે આવ્યો છે. 524 ઝાડ જુદા જુદા 8 જિલ્લામાં પડ્યા છે. જેમાં સૌથી વધુ દ્વારકામા વૃક્ષો ધરાશાયી થયા છે. આમ છતા વૃક્ષ ધરાશાયી થયાનો ચોક્કસ આંકડો શુક્રવાર સાંજ કરાનારા સર્વે બાદ જ સામે આવશે.

બિપરજોય વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો