Jamnagar : કોંગ્રેસ નગર સેવિકાઓએ રખડતા ઢોરોના પ્રશ્નને લઈને અનોખો વિરોધ કર્યો

|

Aug 18, 2021 | 11:26 PM

જેમાં રખડતા ઢોરના પ્રશ્નને લઈને નગર સેવિકાઓએ પોતાના વિરોધ દર્શાવ્યો હતો. તેમણે મહાનગરપાલિકાની કચેરીમાં રખડતા ઢોર બાંધ્યા હતા.

જામનગર(Jamnagar)માં કોંગ્રેસ (Congress) નગર સેવિકાઓએ અનોખો વિરોધ કર્યો છે. જેમાં રખડતા ઢોરના પ્રશ્નને લઈને નગર સેવિકાઓએ પોતાના વિરોધ દર્શાવ્યો હતો. તેમણે મહાનગરપાલિકાની કચેરીમાં રખડતા ઢોર બાંધ્યા હતા. તેમજ મનપાના પટાંગણમાં ઢોર બાંધી તંત્રને જગાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.

જામનગરમાં હાલ વારંવાર રખડતા ઢોરનો ત્રાસ વધતો જોવા મળી રહ્યો છે. ત્યારે જામનગરમાં રસ્તા પર રખડતા ઢોરનો ત્રાસ હજુ યથાવત જોવા મળી રહ્યો છે. જેમાં લોકો રખડતા ઢોરનો ત્રાસ રોજ સહન કરી રહ્યા છે. જામનગરમાં ઘરની બહાર બેઠેલા વ્યક્તિને રખડતા ઢોરે અડફેટે લીધા હોવાના કિસ્સા પણ છે.

જામનગરમાં રખડતા ઢોરનો ત્રાસ હજુ પણ તેવો જ છે. જેમાં મહાનગપાલિકાએ તાત્કાલિક રખડતા ઢોર મુદ્દે યોગ્ય કામગીરી કરવી જોઈએ તેવી માંગ કોંગ્રેસ કાર્યકરોએ કરી છે.

જામનગરમાં દિવસેને દિવસે રખડતા ઢોરોનો ત્રાસ વધતો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને રસ્તા વચ્ચે અડિંગો જમાવીને બેસતા ઢોર વાહન ચાલકો માટે માથાના દુખાવા રૂપ બન્યા છે. ત્યારે આ રખડતા ઢોર રસ્તા પર અચાનક દોડતા હોવાથી ઘર બહાર બેઠેલા લોકોનો પણ ભોગ લઇ શકે છે.

જામનગર મહાનગરપાલિકાના મેયરે અગાઉ જણાવ્યું હતું કે, જામનગર શહેરને રખડતા ઢોર મુક્ત બનાવવામાં આવશે. જો કે, તંત્ર દ્વારા હજુ સુધી કોઈ પણ જાતની કામગીરી કરવામાં આવી નથી. માત્ર લોકોને વચનો જ આપવામાં આવે છે અને  પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવતું નથી  તેવો વિપક્ષે આક્ષેપ કર્યો છે.

આ પણ વાંચો : Surat શહેરમાં મોડી સાંજે ધોધમાર વરસાદ, વાતાવરણમાં ઠંડક પ્રસરી

આ પણ વાંચો :  AHMEADABAD : પીરાણા ડમ્પિંગ સાઈટ પર 15 દિવસમાં 1 હજાર વૃક્ષ ઉગાડવાની તૈયારીઓ પુરજોશમાં

Published On - 11:22 pm, Wed, 18 August 21

Next Video