Jamnagar : હડતાળિયા તબીબો વિરૂદ્ધ હવે સરકારે આકરી કાર્યવાહી શરૂ કરી, હોસ્ટેલ ખાલી કરવા નોટિસ

|

Aug 06, 2021 | 8:12 PM

તબીબોએ જાહેરાત કરી છે કે તેઓને ન્યાય નહીં મળે ત્યાં સુધી આંદોલનનો માર્ગ નહીં છોડે.મહત્વપૂર્ણ છે કે રેસિડેન્ટ તબીબો હડતાળનો અંત લાવે તે માટે સરકારે દબાણ લાવવા હવે આકરૂ વલણ અપનાવ્યું છે.

રાજયમાં હડતાળિયા તબીબો વિરૂદ્ધ હવે સરકારે આકરી કાર્યવાહી શરૂ કરી છે.જામનગર(Jamnagar)ની મેડિકલ કોલેજના બોન્ડેડ તબીબો(Doctors)ને હોસ્ટેલ ખાલી કરવા સત્તાધીશોએ નોટિસ ફટકારી છે. તેમજ હોસ્ટેલના કેટલાક વિભાગોમાં વીજળી પાણીની સેવા પણ બંધ કરી દેવામાં આવી છે.જોકે સરકારની આકરી કાર્યવાહી છતાં બોન્ડેડ તબીબો લડી લેવાના મૂડમાં જણાઇ રહ્યા છે અને ટસના મસ થવા તૈયાર નથી.

તબીબોએ જાહેરાત કરી છે કે તેઓને ન્યાય નહીં મળે ત્યાં સુધી આંદોલનનો માર્ગ નહીં છોડે.મહત્વપૂર્ણ છે કે રેસિડેન્ટ તબીબો હડતાળનો અંત લાવે તે માટે સરકારે દબાણ લાવવા હવે આકરૂ વલણ અપનાવ્યું છે.

આ પણ વાંચો : LAC થી સારા સમાચારઃ ચીની સૈનિકો ગોગરામાંથી બેગ-બિસ્તરા સાથે પાછા હટ્યા

આ પણ વાંચો : Ahmedabad: વટવામાં પત્નીની 27 જેટલા ઘા મારી કરૂણપિત હત્યા, પોલીસે પૂર્વ પતિ સહિત ચારની કરી ધરપકડ

Next Video