યુરોપીયન પક્ષીની અનેક ખાસિયત છે. એક માસથી જામનગર (Jamnagar) નજીક ઢીચડાના તળાવમાં તેઓ મહેમાન બન્યા છે. જેને જોવા માટે દેશભરથી પક્ષીપ્રેમીઓ (Bird Lovers) જામનગર આવે છે. જામનગરમાં દરીયાકિનારો આવેલ છે. સાથે ક્રિક, ખાડી , મીઠાના અગર જેવા સ્થળો છે. જ્યાં ખારા પાણીના જળાશય છે. તેમજ તળાવ, ચેકડેમ, નદીના કારણે આસપાસના અનેક સ્થળોએ મીઠા પાણીના જળાશયો પણ જોવા મળે છે. તેમજ અનુકુળ વાતાવરણ અનેક પ્રતિકુળતાઓના કારણે દેશ-વિદેશથી વિવિધ પ્રકારના પક્ષીઓ અહીં શિયાળામાં આવે છે. આ વખતે અનોખુ ખાસ પક્ષી જામનગરનું મહેમાન બન્યુ છે. જામનગર નજીક આવેલા ઢીચડાના તળાવમાં યુરોપીયન પક્ષી મ્યુટ સ્વાન આવ્યુ છે. તે એક માસથી અહીનું મહેમાન બન્યુ છે.
પક્ષીપ્રેમીઓ ખીજડીયા, ઢીચડા, બેડી, જોડીયાભુંગા, વિભાપર સહિતના વિસ્તારોમાં પક્ષી દર્શન માટે જતા હોય છે. ગત જાન્યુઆરીની 9મી તારીખે રવિવારની સાંજે યશોધન ભાટીયા અને આશિષ પાણખણિયા પક્ષીપ્રેમીઓ કેમેરા સાથે ઢીચડાના તળાવે પક્ષીના સમુહ પાસે ગયા. જ્યાં અચનાક નજર મોટા દુધ જેવા સફેદ પક્ષી પર પડી. જેને કેમેરામાં કેદ કરી જોયુ ત્યારે ધ્યાને આવ્યુ કે મ્યૂટ સ્વાન પક્ષી છે. અન્ય સ્વાનના પ્રકારમાં આ પક્ષી પ્રમાણમાં અવાજ કાઢવામાં શાંત હોય છે. જેથી તેને મ્યૂટ સ્વાન ઓળખાતુ હોવાનું માનવામાં આવે છે. ઢીચડામાં આ પક્ષી ત્યાંથી અહીંનું મહેમાન બન્યુ છે.
યુરેશિયના હંસ ચારથી પાંચ ફૂટ લાંબા હોય છે. તેમની પાંખનો ઘેરાવો 7થી 9 ફૂટ હોય છે. આ હંસ સૌથી વજનદાર ઊડનારા પક્ષી છે. મ્યૂટ સ્વાન તદ્દન સફેદ હોય છે. તેની ચાંચ કેસરી રંગની હોય છે. તે જળાશયને કિનારે માટીના ઢગલામાં માળો બાંધે છે. લાંબી અને આકર્ષક વળાંકવાળી ડોકથી તે છટાદાર દેખાય છે. આ હંસ મોટેભાગે વનસ્પતિ ખાય છે. નર અને માદા હંસ જોડી બનાવીને કાયમ સાથે રહે છે.
માળાની દેખરેખમાં તે ખૂબ જ ચોકસાઈ રાખે છે. બચ્ચાં પર જોખમ ઊભું થાય તો આક્રમક બની જાય છે. મ્યૂટ સ્વાન ભારતમાં અંદાજે 100 વર્ષ બાદ પ્રથમ વખત જોવા મળ્યુ છે. જેની જાણ પક્ષીપ્રેમીઓને થતા દેશભરમાંથી પક્ષીપ્રેમીઓ તેને નિહાળવા માટે જામનગર આવે છે. જામનગરમાં કૃદરતી અને ભૌગૌલિક અનેક અનુકુળતાઓ પક્ષીઓને અહીં ખેચી લાવે છે. પક્ષીઓ માટે સ્વર્ગ ગણાતા જામનગરને આગવી ઓળખ મળી છે. પક્ષીઓના કારણે ખુણેખુણેથી પક્ષીપ્રેમીઓ જામનગરમાં આવે છે.
આ પણ વાંચો – લતાજીને રંગોથી શ્રદ્ધાંજલિ: સુરતના રંગોળી આર્ટિસ્ટ દ્વારા 19 કલાકની મહેનતની બાદ તૈયાર કરાયું આ આર્ટ
આ પણ વાંચો – Suratમાં IT Park બનવાના રસ્તા ખુલ્લા, ટેક્સ્ટાઈલ સાથે આઈટી પાર્ક બનાવવા કેન્દ્ર સમક્ષ માંગ કરાશે