Jamnagar: એરફોર્સ વાઈવ્સ વેલ્ફેર એસોશિએશન AFWWAએ જરૂરિયાતમંદ લોકોને કર્યું 500 રાહત કીટનું વિતરણ

|

Jun 17, 2021 | 5:43 PM

Jamnagar : ભારતીય વાયુસે (Indian Air Force) ના દિવંગત, દિવ્યાંગ, સેવાનિવૃત તથા સેવારત કર્મચારીઓના પરિવારોને સહાયતા પહોચડવાના ઉદ્દેશીયથી 28 ઓક્ટોબર 1970માં અફવા (AFWWA)ને એક રજિસ્ટર્ડ બોડી તરીકે સ્થાપવામાં આવી હતી.

Jamnagar: એરફોર્સ વાઈવ્સ વેલ્ફેર એસોશિએશન AFWWAએ જરૂરિયાતમંદ લોકોને કર્યું 500 રાહત કીટનું વિતરણ

Follow us on

Jamnagar:  કોરોના (Corona) મહામારીની શરૂઆતથીજ એરફોર્સ વાઈવ્સ વેલ્ફેર એસોશિએશન (Air Force Wives Welfare Association (AFWWA)), બીમારી, પરિવારમાં સ્વજનના મૃત્યુ અને રોજગારીથી પ્રભાવિત પરિવારોની મદદ માટે અભિયાન ચલાવી રહ્યા છે.

એવામાં ભારતીય વાયુસેના જ્યારે ઑક્સીજન અને મહત્વપૂર્ણ મેડિકલ સપ્લાયની નિરંતર એરલિફ્ટ સેવા આપી રહ્યું હતું , તેવામાં AFWWA તથા તેની સાથી સંસ્થાઓ આ સંકટ સમયમાં ખભે થી ખભો મેળવીને લોકોની મદદ કરી રહ્યું હતું.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

તેના આ નિરંતર પ્રયાસને લઈને જામનગર સ્થાનિક તંત્રની સાથે રહીને કોવિડ 19 માર્ગદર્શિકાનું પાલન કરીને જરૂરિયાતમંદ પરિવારોને આ સંકટ સમયમાં મદદ મળી રહે તે હેતુથી 14 જૂન 2021ના દિવસે જામનગરમાં ‘બોમ્બે દવા બજાર’ અને ‘બાબરી આવાસ’માં રાશન અને આવશ્યક ચીજ વસ્તુની 500 કીટ વિતરણ કરવામાં આવી હતી.

ભારતીય વાયુસેના (Indian Air Force) ના દિવંગત, દિવ્યાંગ, સેવાનિવૃત તથા સેવારત કર્મચારીઓના પરિવારોને સહાયતા પહોચાડવાના ઉદ્દેશ્યથી 28 ઓક્ટોબર 1970માં અફવા (AFWWA)ને એક રજિસ્ટર્ડ બોડી તરીકે સ્થાપવામાં આવી હતી.

ઉદ્દેશ્યના ભાગ રૂપે સંઘ,  એરફોર્સના કર્મચારીઓની સ્વયંસેવક પત્નીઓ સાથે, કુદરતી આપત્તિઓ અને આફતો દરમિયાન સામાન્ય નાગરિક ભાઈ-બહેનોને નિયમિત મદદ કરે છે.

Published On - 5:40 pm, Thu, 17 June 21

Next Article