જામનગરમાં પ્રિમોન્સુન કામગીરીને લઈને વિપક્ષ દ્વારા આક્ષેપબાજી શરૂ, કેનાલોની સફાઈ મુદ્દે ઉઠાવ્યા સવાલ

|

May 27, 2023 | 11:41 PM

Jamnagar: શહેરમાં મહાનગરપાલિકા દ્વારા 1.20 કરોડના ખર્ચે પ્રિમોન્સુન કામગીરી કરવાનો દાવો કરાયો છે. ત્યારે વિપક્ષ દ્વારા આક્ષેપબાજી શરૂ થઈ ગઈ છે. વિપક્ષે કેનાલોની સફાઈ મુદ્દે સવાલ ઉઠાવ્યા છે અને કેનાલોની યોગ્ય સફાઈ ન કરાઈ હોવાનો આરોપ લગાવ્યો છે.

જામનગરમાં પ્રિમોન્સુન કામગીરીને લઈને વિપક્ષ દ્વારા આક્ષેપબાજી શરૂ, કેનાલોની સફાઈ મુદ્દે ઉઠાવ્યા સવાલ

Follow us on

Jamnagar: રાજ્યમાં થોડા જ દિવસોમાં ચોમાસું આવી જશે. ચોમાસા પહેલા રાજ્યના વિવિધ શહેરોમાં પ્રિમોન્સૂનની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જે અંતર્ગત જામનગર મહાનગરપાલિકામાં પણ આશરે 1.20 કરોડના ખર્ચે પ્રિમોન્સૂનની કામગીરી શરૂ કરાશે. જો કે હજી આ કામગીરી શરૂ પણ નથી થઈ અને વિપક્ષ તરફથી શાસકપક્ષ પર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. વિરોધપક્ષનો આરોપ છે કે મનપા તરફથી શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી કેનાલોની યોગ્ય સફાઈ કરવામાં નથી આવી. આ માટે વિરોધપક્ષે સ્થળ તપાસ કરીને મનપાની કામગીરી પર સવાલો ઉભા કર્યા છે.

આ તરફ મનપાના અધિકારીનું જણાવવું છે કે શહેરના કુલ 11 સ્થળોએ આશરે 40 કીમીના વિસ્તારમાં પ્રિમોન્સૂનની કામગીરી કરવામાં આવશે. જેના માટે પાલિકાની ટીમને કામની સોંપણી કરીને નિયત સમયમાં કામગીરી પૂર્ણ કરવાના આદેશ પણ આપી દેવામાં આવ્યા છે. જેના માટે વિવિધ એજન્સીઓને ટેન્ડર પ્રક્રિયા બાદ કામગીરી સોંપવામાં આવી છે. અધિકારીની જણાવ્યા પ્રમાણે આ વખતે માત્ર પ્રિમોન્સૂન જ નહીં પણ વરસાદ બાદ પણ કામગીરીઓ કરવામાં આવશે.

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

આ પણ વાંચો :Jamnagar : બેદરકારીના કારણે અકસ્માત ન થાય તે માટે PGVCLની પહેલ, સેફ્ટી સાધનો વિના કામ કરનારા સામે થશે કાર્યવાહી 

33 ટકાથી વધુ નુકસાન થયુ હશે તેવા ખેડૂતોને મળશે સહાય – કૃષિમંત્રી રાઘવજી પટેલ

આ તરફ રાજ્યમાં માવઠાને પગલે થયેલા નુકસાની અંગે કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યુ કે 33 ટકાથી વધુ નુકસાન થયુ હશે તેવા ખેડૂતોને સહાય મળશે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે કહ્યું અસરગ્રસ્ત 13 જિલ્લાના 48 તાલુકામાં 555 ટીમે પાક નુકસાનીનો સરવે કર્યો છે અને SDRFના નિયમ મુજબ 33 ટકાથી વધુ નુકસાન થયું હશે તે ખેડૂતોને સહાય મળશે.

અસરગ્રસ્ત ખેડૂતોએ સહાય મેળવવા માટે TDOનો સંપર્ક કરવાનો રહેશે. ખેડૂતોની અરજી મળ્યા બાદ તેમના ખાતામાં જ સહાયની રકમ જમા થઈ જશે. કૃષિ પ્રધાન રાઘવજી પટેલે જામનગરમાં ખેતીવાડી અને સિંચાઈ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. જમીન રિ-સરવે મુદ્દે રાઘવજી પટેલે કહ્યું કે જામનગર જિલ્લામાં એક પણ અરજી પેન્ડિંગ નહીં રહે. અધિકારીઓને તાત્કાલિક જમીન રિ-સરવે અંગે કામ કરવાના આદેશ આપ્યા છે.

Next Article