જામનગરના યુવા ખેડૂત દંપતીએ પ્રાકૃતિક ખેતીની સાથે રેસીપીના વીડિયોથી કરી સારી કમાણી

|

Mar 03, 2023 | 9:00 PM

Jamnagar: જામનગરના ખીજડીયામાં રહેતા યુવા દંપતીએ પ્રાકૃતિક ખેતી અપનાવી, સાથે ઘરમાં જરૂરી શાકભાજી, ફળ, ધાન્યની પ્રાકૃતિક રીતે ખેતી કરે છે આ સાથે 100 ટકા શુદ્ધ સાત્વીક ખોરાકની દેશી રેસીપીના વીડિયો બનાવી સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી લોકોને ખોરાક પ્રત્યે જાગૃત કરી સારી આવક પણ મેળવે છે.

જામનગરના યુવા ખેડૂત દંપતીએ પ્રાકૃતિક ખેતીની સાથે રેસીપીના વીડિયોથી કરી સારી કમાણી

Follow us on

જામનગરના ખીજડીયા ગામનો વતની નિકુંજ વસોયા જેને વારસામાં ખેતી મળી છે. સાથે રસોઈની વિવિધ વાનગીઓ બનાવવાનો નાનપણથી શોખ ધરાવે છે. તેમજ ખાણીપીણીની વિવિધ વાનગીઓ માટે તે છેલ્લા 20 વર્ષમાં 50 જેટલા શહેર સહિત ભારત ભ્રમણ કર્યુ છે. તે પ્રવાસના અનુભવથી તેને ધ્યાને આવ્યુ કે લોકો મનપસંદ સ્વાદની વાનગી આરોગવા પાછળ સ્વાસ્થયને નુકસાન કરે છે. તેણે સંકલ્પ કર્યો લોકોને પોતાના મનપસંદ સ્વાદની વાનગી મળે, પરંતુ તે સ્વાસ્થ્યને નુકશાન ના કરે તેવી રીતે બનાવામાં આવે તો સ્વાદથી અને સ્વાસ્થ્ય બંન્ને જાળવી શકાય.

તેણે પોતે બહારની વસ્તુઓ, મસાલા, તેલ જેવી વસ્તુઓનો નહીવત ઉપયોગ કરીને કેવી રીતે વિવિધ વાનગીઓ બની શકે તે માટે વીડિયો તૈયાર કરવાનું શરૂ કર્યુ. લોકજાગૃતિના હેતુથી શરૂ કરવામાં આવેલ અભિયાન લોકોને એવુ પસંદ પડયુ કે આજે સોશિયલ મીડિયાના માધ્યમથી તે સારી આવક પણ મેળવે છે.

ખેડૂત દંપતી 10થી 12 કલાકની મહેનત કરી પ્રાકૃતિક ખેતીથી સારુ ઉત્પાદન મેળવે છે

નિકુંજ વસોયાએ બી.કોમનો અભ્યાસ કર્યો છે અને પ્રાકૃતિક ખેતી અપનાવે છે. તે ખેતરમાં પરંપરાગત ખેતીના પાકો નહીં, પરંતુ ઘરમાં જરૂરી ફળ-શાકભાજી, ધાન્યનું વાવેતર કરે છે. છેલ્લા એક વર્ષથી તેના ખેતી અને લોકજાગૃતિના અભિયાનમાં તેના પત્ની કાજલ વસોયાએ પણ સહકાર આપ્યો. પતિ-પત્નિ સાથે ખેતરમાં આશરે 10થી 12 કલાક મહેનત કરીને પ્રાકૃતિક ખેતીથી સારૂ ગુણવતાસભર ઉત્પાદન મેળવે છે. જેમાં મરચા, ફલાવર,બીટ,ગાજર, કોબી, ટમેટા, નારીયેર, દાડમ, કેળા, ઘઉ, બાજરો સહીતના 50 જેટલા પાકો ઓછા-વધુ પ્રમાણમાં જરૂરીયાત મુજબ વાવેતર કરીને ઉપજ મેળવે છે.

Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે

 

પ્રાકૃતિક વાનગીઓના વીડિયો શેર કરી લોકજાગૃતિનું કરે છે કામ

પતિ-પત્ની સાથે મળીને ખેતરોમાંથી ઉપજતા પાકમાંથી શુદ્ધ પ્રાકૃતિક વાનગીઓ તૈયાર કરે છે. જેમાં કોઈ પણ પ્રકારના મિશ્રણ વગરની વસ્તુઓ મળી રહે તે માટે બહારની વસ્તુ નહીવત ઉપયોગ કરે છે. સાથે ચટપટા મસાલા નહીં, પરંતુ સ્વાદ માટે કાચા મસાલાનો વધુ ઉપયોગ કરે છે. સારા સ્વાદ માટે ગેસના ચુનામાં નહીં, પરંતુ દેશી બળતણનો ઉપયોગ કરીને તેમાં પકવામાં આવે તેનો સ્વાદ વધુ પસંદ પડે છે. તેમજ ખાસ માટીના વાસણોનો ઉપયોગ વધુ કરે છે. સ્વાદીષ્ટ રસોઈની સાથે પોષ્ટીક તત્વ નાશ ના થાય કે અન્ય ભેળસેળ વારી વસ્તુ કે સ્વાસ્થ્યને નુકશાન કરી શકે તેવા તત્વો ના ઉમેરવાનુ સુચન કરે છે.

આ પણ વાંચો: Jamnagar માં હોલિકા દહન માટેની તૈયારીઓ અંતિમ તબક્કામાં, ભોઇ સમાજના લોકો તૈયાર કરે છે હોલિકાનું વિશાળ પૂતળું

 

રસોઈના વીડિયો લોકોને ઘણા પસંદ પડતા સો.મીડિયા દ્વારા પણ કરે છે સારી કમાણી

રસોઈની વાનગીઓમાં વધુ દેશી-કાઠીયાવાડી, ગુજરાતી વાનગીઓ વધુ હોય છે. તેમજ પંજાબી, ચાઈનીઝ વાનગી હોય અનોખી રીતે તૈયાર કરે છે. જેમાં તમામ વસ્તુઓ પ્રાકૃતિક હોય તેનો ઉપયોગ કરે છે. દંપતીએ પોતે તો પ્રાકૃતિક ખેતી અને પ્રાકૃતિક ખોરાકને અપનાવ્યો, પરંતુ લોકો પણ સ્વાદની સાથે સ્વાસ્થ્ય જાળવે તે માટે રસોઈના વીડિયો બનાવી, સોશિયલ મીડિયાનો ઉપયોગ ખેડૂત દંપતીએ કર્યો. જે લોકોને પસંદ પડતા હાલ સોશિયલ મીડિયામાંથી સારી કમાણી મેળવે છે.

Published On - 7:50 pm, Fri, 3 March 23

Next Article