રખડતી ‘રંજાડ’નો અંત ક્યારે ? જામનગરમાં રઝળતા ઢોરે મહિલાને અડફેડે લેતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત

|

May 17, 2022 | 1:36 PM

Jamnagar : રાધેકૃષ્ણ મંદિર અને આસપાસના રહેવાસીઓએ આખલાના ત્રાસ અંગે વારંવાર તંત્રને રજૂઆત કરી છે,પરંતુ તંત્ર પશુઓને પૂરવાની કોઈ કાર્યવાહી ન કરતું હોવાથી રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે.

રખડતી ‘રંજાડ’નો અંત ક્યારે ? જામનગરમાં રઝળતા ઢોરે મહિલાને અડફેડે લેતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત
Symbolic Image

Follow us on

રાજ્યમાં (Gujarat)છેલ્લા ઘણા સમયથી રખડતા ઢોરનો ત્રાસ અટકે તે માટે ઢોર નિયંત્રણ કાયદો (Cattle control bill)લાવવા ઘણી મથામણ ચાલી રહી છે.બીજી તરફ જામનગર (Jamnagar) સહિત ઘણા શહેરોમાં રખડતા ઢોરનો ત્રાસ દિવસે-દિવસે વધતો જોવા મળી રહ્યો છે. ફરી જામનગરમાં રખડતા ઢોરનો ત્રાસ ફરી એક વાર સામે આવ્યો છે. રાધેકૃષ્ણ મંદિર(Radhe Krishna Temple)  પાસેથી ગત મોડી રાત્રે પતિ-પત્ની ઘરે પરત ફરતા હતા.આ સમયે રખડતા પશુઓનું મોટુ ટોળું અચાનક દોડી આવ્યું અને મહિલાને રોડ પર પટકી દીધી. આ મહિલાને ગંભીર ઈજાગ્રસ્ત સ્થિતિમાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ ઈજાગ્રસ્ત મહિલાને માથા, કમર, પગ અને આંખના ભાગે ગંભીર ઈજા થઈ છે.ઈજાગ્રસ્ત મહિલા હાલ બોલી શકવા પણ સક્ષમ નથી.

ઈજાગ્રસ્ત મહિલાના પતિએ દુર્ઘટના બાદ તંત્ર સામે પારાવાર રોષ ઠાલવ્યો છે. રાધેકૃષ્ણ મંદિર અને આસપાસના રહેવાસીઓએ આખલાના ત્રાસ અંગે વારંવાર તંત્રને રજૂઆત કરી છે,પરંતુ તંત્ર પશુઓને પૂરવાની કોઈ કાર્યવાહી ન કરતું હોવાથી રહીશોએ સહન કરવાનો વારો આવ્યો છે. જામનગર મહાનગરપાલિકાએ રખડતા આખલાના વારંવાર થતા હુમલાથી પ્રજાને બચાવવા ત્વરિત યોગ્ય પગલા લેવા જોઈએ તેવી પણ સ્થાનિકો માગ કરી રહ્યાં છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

તંત્રની બેદરકારીને પગલે લોકોએ સહન કરવાનો વારો

બીજી તરફ તંત્ર પણ ઘોર નિંદ્રામાં હોય તેવુ લાગી રહ્યું છે.જામનગર મહાનગરપાલિકા(Jamnagar Municipal Corporation)  દ્વારા શહેરમાં ટ્રાફીકને અડચણરૂપ રખડતા ભટકતા ઢોરનો ત્રાસ દૂર કરવા મનપાએ શહેરના જુદા-જુદા વિસ્તારોમાં ઢોર પકડવા માટે બે ટીમ તૈયાર કરીને કામગીરી શરૂ કરી છે. જેમાં સૌથી આશ્વર્યની વાત તો એ છે કે ચાલુ સપ્તાહ દરમિયાન માત્ર 45 ઢોર પકડવામાં આવ્યા છે.

લોકોમાં પારાવાર રોષ જોવા મળ્યો

જેને કારણે શહેરમાં રખડતા ઢોરની સમસ્યા યથાવત જોવા મળી રહી છે. આ ઝુંબેશ આગામી દિવસોમાં વધુ સઘન બનાવામાં આવનાર હોય ખાનગી માલીકીના ઢોર પકડાશે તો તેવા કિસ્સામાં ઢોર માલીકો સામે દંડનીય તેમજ ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે.તેવી જોગવાઈ ઢોર નિયંત્રણ બિલમાં કરવામાં આવી છે.પરંતુ ઢોર નિયંત્રણ બિલ લાગુ કર્યા બાદ પણ સ્થિતિ ‘જૈસે થે’ જેવી જોવા મળી રહી છે.ત્યારે તંત્રની બેદરકારીને કારણે હાલ લોકોએ સહન કરવાનો વારો આવ્યો છે. રોજબરોજ થઈ રહેલી આવી ઘટનાને પગલે લોકોમાં પારાવાર રોષ જોવા મળી રહ્યો છે.

Published On - 1:34 pm, Tue, 17 May 22

Next Article