Cricket News : અંડર-19 ડોમેસ્ટિક વુમન્સ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સૌરાષ્ટ્રની ટીમમાં જામનગરની 7 મહિલા ખેલાડીઓની પસંદગી

|

Sep 11, 2021 | 9:32 AM

Under-19 Domestic Women's Cricket Tournament : અંડર-19 ડોમેસ્ટિક વુમન્સ ક્રિકેટ ટુર્નામેન્ટ સુરત ખાતે 20મી સપ્ટેમ્બરથી શરૂ થશે.જેમાં સૌરાષ્ટ્રની ટીમ ભાગ લેશે.

JAMNAGAR : જામનગરના રમતપ્રેમીઓ માટે ખુશીના સમાચાર છે..BCCI સંચાલિત અંડર-19 ડોમેસ્ટિક વુમન્સ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સૌરાષ્ટ્રની ટીમ 15 સભ્યોની ટીમમાં જામનગરની એક બે નહીં, પણ 7 મહિલા ખેલાડીઓની પસંદગી થઇ છે..અંડર-19 ડોમેસ્ટિક વુમન્સ ક્રિકેટ ટુર્નામેન્ટ સુરત ખાતે 20મી સપ્ટેમ્બરથી શરૂ થશે.જેમાં સૌરાષ્ટ્રની ટીમ ભાગ લેશે.આવું પ્રથમવાર બન્યુ હશે કે સૌરાષ્ટ્રની ટીમમાં જામનગરની એક સાથે 7 મહિલા ખેલાડીઓની પસંદગી થઇ હોય.જામનગરની એક સાથે 7 મહિલા ખેલાડીઓની અંડર-19 ટુર્નામેન્ટમાં પસંદગી થતા ક્રિકેટ પ્રેમીઓમાં ખુશીની લહેર ફરી વળી છે.આ તમામ ખેલાડીઓ ટુર્નામેન્ટ જીતવા માટે ભારે મહેનત કરી રહી છે અને સારા પ્રદર્શન દ્વારા ટુર્નામેન્ટ જીતવાનો વિશ્વાસ વ્યક્ત કરી રહી છે, તો કોચ પણ જામનગરની દીકરીઓ સૌરાષ્ટ્રનું ગૌરવ વધારશે તેવા આશા સેવી રહ્યા છે.

આ પણ વાંચો : AHMEDABAD : જમીન ડીલર અને બિલ્ડર ગ્રુપ પર IT ના દરોડામાં 1 હજાર કરોડના બિનહિસાબી વ્યવહારના દસ્તાવેજ મળ્યા

આ પણ વાંચો : રાજ્યમાં આગામી 5 દિવસ સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગની આગાહી

Published On - 8:45 am, Sat, 11 September 21

Next Video