JAMNAGAR : ઓમિક્રૉન વેરિઅન્ટની દહેશત વચ્ચે આરોગ્ય વિભાગની ગંભીર બેદરકારી

|

Dec 04, 2021 | 12:15 PM

30 એપ્રિલે મૃત્યુ પામેલા વ્યક્તિના વેક્સિન સર્ટીમાં નવેમ્બર મહિનાનો ઉલ્લેખ કરાયો છે. એપ્રિલમાં મૃત્યુ પામેલા વ્યક્તિના બીજા ડોઝનું સર્ટિફિકેટ નવેમ્બર મહિનાનું નીકળ્યું છે. જેને લઇ કોંગ્રેસ કોર્પોરેટર અસલમ ખીલજી દ્વારા કમિશનરને લેખિત રજૂઆત કરાઈ છે.

JAMNAGAR :  કોરોનાના નવા ઓમિક્રૉન વેરિઅન્ટની (Omicron variant)દહેશત વચ્ચે જામનગર આરોગ્ય વિભાગની (Department of Health )ગંભીર બેદરકારી સામે આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા મૃતક દર્દીને વેક્સિનેશન સર્ટી (Vaccination certificate) આપવામાં આવ્યું છે.

30 એપ્રિલે મૃત્યુ પામેલા વ્યક્તિના વેક્સિન સર્ટીમાં નવેમ્બર મહિનાનો ઉલ્લેખ કરાયો છે. એપ્રિલમાં મૃત્યુ પામેલા વ્યક્તિના બીજા ડોઝનું સર્ટિફિકેટ નવેમ્બર મહિનાનું નીકળ્યું છે. જેને લઇ કોંગ્રેસ કોર્પોરેટર અસલમ ખીલજી દ્વારા કમિશનરને લેખિત રજૂઆત કરાઈ છે. ત્યારે સવાલ એ છે કે શું વેક્સિનેશનનો ટાર્ગેટ પૂરો કરવા માટે ખોટો સર્ટી ઇશ્યૂ કરવામાં આવી રહ્યાં છે.શું આ આરોગ્ય વિભાગની ભૂલ છે કે પછી જાણી જોઇને કૌભાંડ કરાયું છે.

નોંધનીય છેકે સમગ્ર વિશ્વમાં હાલ કોરોનાના નવા વેરિઅન્ટની દહેશત ફેલાઇ રહી છે. ત્યારે ગુજરાતમાં પણ આરોગ્ય વિભાગ દ્વારા કોરોના સામે જંગ જીતવા તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. જેને પગલે વેક્સિનેશનની કામગીરીને લઇને તંત્ર સજ્જ બન્યું છે. પરંતુ આ વચ્ચે જામનગર આરોગ્ય વિભાગની આવી ગંભીર બેદરકારીને લઇને અનેક પ્રશ્નો ઉદભવી રહ્યાં છે. જેને લઇને આરોગ્ય વિભાગની કામગીરી બાબતે લોકોમાં ચર્ચાઓએ જોર પકડયું છે.

આ પણ વાંચો : Shikhar Dhawan: મંયક અગ્રવાલની રમત શિખર ધવનની ધડકન વધારી રહી છે, ‘ગબ્બર’ ને ટીમમાં સ્થાન મેળવવુ મુશ્કેલ બની જશે!

આ પણ વાંચો : Gram Panchayat Election : ખેડા જિલ્લાના ઢૂંડી ગામની સિદ્ધિની વિશ્વભરમાં નોંધ લેવાઇ, પરંતુ આ ગામમાં પાયાની સુવિધાનો છે અભાવ

Next Video