JAMNAGAR : રંગોળીના રંગોમાં હવે 40 જેટલા શેડ તૈયાર, અલગ અલગ રંગોની ડિમાન્ડમાં વધારો

|

Nov 03, 2021 | 4:42 PM

દિવાળીના તહેવારની ઉજવણી માટે ખાસ તૈયારીઓ અને ખરીદી કરતા હોય છે. દિવાળીના તહેવારમાં ઘરના આંગણા પર રંગોળી બનાવવામાં આવતી હોય છે. જે માટે ખાસ ચિરોડી રંગનો ઉપયોગ થાય છે.

દિવાળીના તહેવારમાં ઘરના આંગણા પર રંગોળી બનાવવામાં આવતી હોય છે. જે માટે ખાસ ચિરોડી રંગનો ઉપયોગ થાય છે. ત્યારે જામનગરમાં રંગોળી માટે ખાસ 40 જેટલા શેડમાં રંગ તૈયાર કરવામાં આવે છે. અહીંથી ચિરોડી રંગો જામનગરથી રાજ્યભરમાં વેચાય છે. જોકે આ વખતે મોંઘવારીનો માર પડતા રંગના ભાવમાં 10થી 20 ટકા સુધીનો વધારો કરવામાં આવ્યો છે.

જામનગરમાં દિવાળી તહેવાર સમયે તૈયાર થતી રંગોળી માટેના ખાસ રંગો તૈયાર કરવામાં આવે છે. જે ગુજરાતભરમાં તેમજ મહારાષ્ટ્ર સહિતના રાજ્યો જાય છે. દિવાળીના તહેવારમાં ઘર આંગણામાં રંગોળી શોભે છે. જે રંગોળીમાં ખાસ રંગનો ઉપયોગ થાય છે. ચિરોડી રંગોની દિવાળીના તૈયારમાં વધુ વેચાણ થાય છે. જોકે ગત વરસે કોરોનાના કારણે રંગોળીના વેપારને અસર થઈ છે.

દિવાળીના તહેવારની ઉજવણી માટે ખાસ તૈયારીઓ અને ખરીદી કરતા હોય છે. દિવાળીના તહેવારમાં ઘરના આંગણા પર રંગોળી બનાવવામાં આવતી હોય છે. જે માટે ખાસ ચિરોડી રંગનો ઉપયોગ થાય છે. રંગોળી માટે ખાસ 40 જેટલા શેડમાં રંગ તૈયાર કરવામાં આવે છે. દિવાળીના તહેવારમાં રંગોળી માટેના ખાસ ચિરોડી રંગો જામનગરથી રાજ્યભરમાં વેચાય છે. સાથે મહારાષ્ટ્ર સહિતના રાજ્યમાં તેની માંગ રહે છે. આ વખતે પેટ્રોલ ડીઝલના ભાવ વધતા રંગના ભાવમાં 10થી 20 ટકા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. સાથે રંગોળીના વેપારને અસર પણ થઈ રહી છે.

 

આ પણ વાંચો : અમદાવાદ : ઘાટલોડીયામાં વૃદ્ધ દંપતિની હત્યા મામલે પોલીસની તપાસ તેજ, શંકાના દાયરામાં ઘરઘાટી

Next Video