Jamnagar: સ્કૂલમાં ખાટલા અને બાટલા સાથેનું 100 બેડનું આઈસોલેશન સેન્ટર કાર્યરત

|

Apr 27, 2021 | 7:00 PM

હાલ સૌરાષ્ટ્(Saurashtra)ની મોટાભાગની હોસ્પિટલ(hospital) ફુલ થઈ ગઈ છે. ત્યારે દર્દી(patient)ને ઓક્સિજન(oxygen) સાથેની સારવાર(treatment) મળી રહે તેવા હેતુથી જામનગર(jamnagar)માં આઈસોલેશન(Isolation) સેન્ટર(Center) કાર્યરત કરવામાં આવ્યુ છે.

Jamnagar: સ્કૂલમાં ખાટલા અને બાટલા સાથેનું 100 બેડનું આઈસોલેશન સેન્ટર કાર્યરત

Follow us on

હાલ સૌરાષ્ટ્(Saurashtra)ની મોટાભાગની હોસ્પિટલ(hospital) ફુલ થઈ ગઈ છે. ત્યારે દર્દી(patient)ને ઓક્સિજન(oxygen) સાથેની સારવાર(treatment) મળી રહે તેવા હેતુથી જામનગર(jamnagar)માં આઈસોલેશન(Isolation) સેન્ટર(Center) કાર્યરત કરવામાં આવ્યુ છે. 100 બેડની સુવિધા સાથે આઈસોલેશન સેન્ટરમાં દર્દીઓને તબીબી સવલત મળી રહે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી.

 

 

 

 

કોરોના બેકાબુ બનતા સૌરાષ્ટ્રભરની હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી છે. જામનગરની હોસ્પિટલ ફુલ હોવાથી 100 બેડનું આઈસોલેશન સેન્ટર કાર્યરત કરવામાં આવ્યુ છે. શહેરમાં ખોજાનાકા પાસે આવેલી મહાનગર પાલિકાની શાળા નંબર 26માં આઈસોલેશન સેન્ટર કાર્યરત કરવામાં આવ્યુ. જામનગર મહાનગર પાલિકાના પૂર્વ વિપક્ષના નેતા અલ્તાફ ખફી દ્વારા લોકોને તબીબી સારવાર, ઓક્સિજન, ખાટલો, દવા સહીતની સવલતો મળે તે માટે આ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યુ છે.

આ આઈસોલેશન સેન્ટરમાં બેડ, ઓક્સિજનના બાટલા, દવા, ફળ, ઉકાળા, ભોજન સહીતની સુવિધા ઉપલબ્ધ કરાશે. આ માટે 20 લોકોનો નસીંગ સ્ટાફ રાઉન્ડ ધ કલોક તૈનાત કરવામાં આવ્યા છે. સાથે 3 નિષ્ણાત તબીબો અહીં સેવા આપશે. તેમજ 100 જેટલા સ્વયંસેવકો જરૂરી સેવા આપે છે. આઈસોલેશન સેન્ટર માટે નગર પાલિકાએ સ્કૂલની જગ્યા આપી.

 

હાલ સુધી જે સ્કૂલમાં બાળકોને ભણવા દાખલ કરતા ત્યાં દર્દીઓને દાખલ કરવામાં આવે છે. સ્કૂલની બિલ્ડીંગમાં સેવાકીય પ્રવૃતિનો પ્રાંરભ કરવામાં આવ્યો છે. આજ પ્રકાર અન્ય દાતા, પ્રતિનિધી, રાજકીય આગેવાનો આવા સેન્ટરો કાર્યરત કરે હોસ્પિટલની બહાર એમ્બ્યુલસની કતાર ઘટી શકે અને દર્દીઓને સમયસર ખાટલા અને બાટલા સાથેની સારવાર મળી શકે.

 

આ પણ વાંચો: કોરોના મહામારીમાં ગૃહ ઉદ્યોગ સર્વશ્રેષ્ઠ ઉપાય, આ રીતે મેળવી શકો છો બેંકમાંથી લોન

Next Video