Breaking News: ISROનું રેડ એલર્ટ! 44 વર્ષનું સૌથી શક્તિશાળી વાવાઝોડું ત્રાટકશે, ગુજરાત-મહારાષ્ટ્ર સહિતના રાજ્યો પર તોળાઈ રહ્યુ છે જોખમ

વર્ષ 2026ના અંતિમ ત્રણ મહિના ગુજરાત સહિત દેશના દરિયાકાંઠા માટે મહત્વપૂર્ણ બની શકે છે. ISROના હવામાન સંબંધિત અંદાજ મુજબ ઓક્ટોબરથી ડિસેમ્બર દરમિયાન ઉત્તર હિંદ મહાસાગર વિસ્તારમાં આશરે ત્રણ ટ્રોપિકલ સાયક્લોન સર્જાઈ શકે છે. આ સમયગાળામાં વાવાઝોડાની સંયુક્ત શક્તિ છેલ્લા 44 વર્ષના સરેરાશ કરતાં આશરે 83 ટકા વધુ રહેવાનો અંદાજ છે.

Breaking News: ISROનું રેડ એલર્ટ! 44 વર્ષનું સૌથી શક્તિશાળી વાવાઝોડું ત્રાટકશે, ગુજરાત-મહારાષ્ટ્ર સહિતના રાજ્યો પર તોળાઈ રહ્યુ છે જોખમ
| Updated on: Sep 12, 2026 | 9:55 AM

વર્ષ 2026ના અંતિમ ત્રણ મહિના ગુજરાત સહિત દેશના દરિયાકાંઠા માટે મહત્વપૂર્ણ બની શકે છે. ISROના હવામાન સંબંધિત અંદાજ મુજબ ઓક્ટોબરથી ડિસેમ્બર દરમિયાન ઉત્તર હિંદ મહાસાગર વિસ્તારમાં આશરે ત્રણ ટ્રોપિકલ સાયક્લોન સર્જાઈ શકે છે. આ સમયગાળામાં વાવાઝોડાની સંયુક્ત શક્તિ છેલ્લા 44 વર્ષના સરેરાશ કરતાં આશરે 83 ટકા વધુ રહેવાનો અંદાજ છે. આ વાવાઝોડાથી ગુજરાત અને મહારાષ્ટ્ર પર જાણે સંકટ તોળાઇ રહ્યુ છે.

બંગાળની ખાડી અને અરબ સાગરમાં સક્રિયતા વધવાની શક્યતા

પોસ્ટ-મોન્સૂન સિઝનમાં બંગાળની ખાડી અને અરબ સાગરમાં ચક્રવાતી સિસ્ટમ વધુ સક્રિય બનતી હોય છે. આ વખતે ત્રણ શક્તિશાળી વાવાઝોડાં સર્જાવાની સંભાવનાને કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં ખાસ સતર્કતા જરૂરી બની શકે છે. વાવાઝોડાની અસર થાય તો ભારે પવન, વરસાદ અને દરિયામાં ઊંચાં મોજાં જેવી સ્થિતિ સર્જાઈ શકે છે.

PDI 44 વર્ષના સરેરાશ કરતાં 83 ટકા વધુ

ISROના અંદાજમાં વાવાઝોડાની કુલ વિનાશક ક્ષમતા માપવા માટે Power Dissipation Index (PDI)નો ઉપયોગ કરવામાં આવ્યો છે. 2026ના ઓક્ટોબરથી ડિસેમ્બર માટે PDI આશરે 13.06 × 10⁶ knots³ રહેવાનો અંદાજ છે, જ્યારે 1982થી 2025 દરમિયાન તેનો સરેરાશ આશરે 7.15 × 10⁶ knots³ રહ્યો હતો. એટલે આ વખતની સંભવિત ચક્રવાતી સક્રિયતા સરેરાશ કરતાં નોંધપાત્ર રીતે વધુ રહેવાની શક્યતા છે.

ગુજરાત-મહારાષ્ટ્ર સહિત દરિયાકાંઠે નજર રાખવી જરૂરી

અરબ સાગરમાં સર્જાતી સિસ્ટમની સંભવિત અસરને કારણે ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત પશ્ચિમ કિનારાના વિસ્તારો પર પણ નજર રહેશે. જોકે, આ આગાહી કોઈ ચોક્કસ વાવાઝોડું કઈ તારીખે, કયા માર્ગે અને ક્યાં લેન્ડફોલ કરશે તે જણાવતી નથી. આ એક મોસમી અંદાજ છે, જે આગામી મહિનાઓમાં ચક્રવાતી પ્રવૃત્તિ સામાન્ય કરતાં વધુ રહેવાની સંભાવના દર્શાવે છે. ચોક્કસ વાવાઝોડું સર્જાય ત્યારે તેની દિશા અને લેન્ડફોલ અંગેની માહિતી હવામાન વિભાગની આગાહીઓથી સ્પષ્ટ થશે.

આ પણ વાંચો- Weather Today Breaking News: આજથી ગુજરાતમાં ધડબડાટી બોલાવશે વરસાદ, 4 દિવસ મેઘાવી માહોલની આગાહી, જાણો આજે ક્યાં પડશે વરસાદ

Follow Us
Loading...
Unable to load recommendations.