જેલમાં સજા ભોગવી રહેલા કેદીઓ માટે અનેક પ્રોગ્રામ થતા હોય છે. તેમને રૂચી ધરાવતા વિષયોને લઈને જ્ઞાન પણ આપવામાં આવતું હોય છે, જેથી કરીને તેઓ સજા ભોગવ્યા બાદ બહાર આવીને સામન્ય જીવનમાં એક જવાબદાર નાગરિક તરીકે પોતાનું જીવન જીવી શકે. આ ઉપરાંત તેઓ પોતાના જીવન નિર્વાહ માટે કંઇક કરીને રોજી રોટી કમાઈ શકે તે માટે પણ કામ કરવામાં આવતું હોય છે. આવો જ એક સરસ નવતર પ્રયોગ નવસારી સબજેલમાં જોવા મળ્યો છે.
નવસારી સેબજેલમાં ઘણા કેદીઓ છે. જેઓ અલગ-અલગ ગુનાહોમાં સજા કાપી રહ્યા છે. તેમને આર્થિક રીતે પગભર બનાવવા માટે આ સબજેલમાં એક પ્રયોગ હાથ ધરવામાં આવ્યો. જેમાં આગામી દિવસોમાં જેલમાં જ રહીને કેદીઓ રોજગારી મેળવી શકશે. જી હા આ માટે તેમને ડાયમંડ વર્ક શિખવાડવામાં આવશે. માહિતી અનુસાર નવસારીની આ સબજેલમાં જ કેદીઓને રોજગારી મળી રહે તે માટેનું આયોજન થવા જઈ રહ્યું છે. આ અંતર્ગત સબજેલમાં જ ચાર-પાંચ ધંટી મુકવામાં આવશે. અને કેદીઓને આ ઘંટી પર ડાયમંડની કામગીરી કેમ કરવી તે શિખવાડવામાં આવશે. એટલું જ નહીં પરંતુ ખાસ વાત એ છે કે આ ટ્રેનિંગ દરમિયાન પણ તેમને મહેનતાણું ચૂકવવામાં આવશે. જી હા ટ્રેનિંગના સમયે કેદીને 3000 જેટલો પગાર આપવામાં આવશે આવશે. સારી વાત તો એ છે કે ડાયમંડ વર્ક શીખી લીધા તેના માટે સારી તક હશે. કામ શીખી લીધા બાદ તેને કામ માટે મહીને 10,000 પગાર પણ ચૂકવવામાં આવશે.
આ ઉમદા કાર્ય માટે ડાયમંડ કંપનીના માલિક ચંદુભાઇ ગડેરાએ તૈયારી બતાવી છે. આ કેદીઓને સજા પૂરી થયા બાદ કામ માટે ભટકવું ના પડે તે માટે તેમણે આગળ આવીને તેમની કંપનીમાં નોકરી આપવાની બાંહેધરી આપી છે.
માહિતી અનુસાર આ પ્રયોગ અંતર્ગત ડાયમંડ વર્ક શિખવા માટે અત્યારે 100 જેટલા કેદીઓ તૈયાર થયા છે. તેમજ આ દિશામાં હવે ટૂંક સમયમાં આ કામગીરી સબજેલમાં શરૂ થશે. જેલમાં ક કેદીઓ હવે કામ શીખી શકશે, કામ શીખીને તેને જ વ્યવસાય તરીકે અપનાવીને પૈસા કમાઈ શકાશે. તેમાં જ જેલમાં જ રહીને તેઓ પોતાના પરિવારને આર્થિક મદદ પણ કરી શકશે.
તમને જણાવી દઈએ કે ગાંધીજયંતિના દિવસે પણ આ જેલમાં એક અનોખો પ્રાયોગ થયો હતો. જેલમાં રહેતી મહિલા કેદીઓએ રંગબેરંગી દિવડા બનાવ્યા હતા. જેને વેચાણ ખાતે મુકવામાં આવ્યા હતા. જો કે આ દિવડાનું વેચાણ હજુ ચાલુ જ છે અને છેક દિવાળી સુધી કરવામાં આવશે. વેચાણથી થયેલી આવક મહિલા કેદીઓ વચ્ચે સરખા ભાગે વહેંચી દેવામાં આવશે. આ દિવડા બનાવવા માટે પ્રથમ કેદીઓને ટ્રેનિંગ આપવામાં આવી હતી. જેના પરિણામે દિવડા પર અલગ-અલગ પ્રકારનું કલાત્મક રંગ કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: ગાંધીનગર ચૂંટણીમાં ભાજપની ગેરરીતિ? AAP એ લગાવ્યા ગંભીર આક્ષેપો, જાણો વિગતવાર
આ પણ વાંચો: Surat: ગુડ ટચ બેડ ટચ અંગે સમજ આપતો કાર્યકમ યોજાયો, મહિલા DCP તેમની બાળકી સાથે રહયા હાજર