Gujaratમાં વિધાનસભા ચૂંટણી વહેલી યોજવાના સંકેત, વન પ્રધાન રમણ પાટકરે કહ્યું દેશમાં ભાજપ તરફી વાતાવરણ

|

Mar 07, 2021 | 9:30 PM

Gujarat: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપને બમ્પર સફળતા મળી. આ સાથે જ ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી વહેલી યોજાય તેવા દાવા થઈ રહ્યા છે.

Gujarat: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપને બમ્પર સફળતા મળી. આ સાથે જ ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી વહેલી યોજાય તેવા દાવા થઈ રહ્યા છે. વલસાડમાં ભાજપ ઉમેદવારોના અભિવાદન સમારોહમાં વનપ્રધાન રમણ પાટકરે Gujaratમાં વહેલી ચૂંટણીના સંકેત આપ્યા હતા. રમણ પાટકરે કહ્યું કે દેશ અને રાજ્યમાં ભાજપ તરફી વાતાવરણ જોવા મળી રહ્યું છે. આ રાજકીય માહોલમાં વિધાનસભાની વહેલી ચૂંટણી આવે તો પણ નવાઈ નહીં.

 

 

તેમણે કહ્યું, જ્યારે ભાજપ ચારે બાજુથી જીત મેળવી રહ્યો છે, ત્યારે સંસદીય બોર્ડ અને રાજ્ય અને રાષ્ટ્રીય નેતૃત્વ સમજી રહ્યા છે કે આ અનુકૂળ વાતાવરણમાં ચૂંટણી યોજવી વધુ સારી છે. પાટકરે દાવો કર્યો હતો કે જો પશ્ચિમ બંગાળમાં ભાજપનો વિજય થાય તો ટૂંક સમયમાં તેની જાહેરાત  થઈ શકે છે.

 

આ પણ વાંચો: Maharashtra Corona Update: મહારાષ્ટ્રમાં કોરોનાના નવા કેસ 11 હજારને પાર, 38ના મૃત્યુ

Next Video