ચૂંટણીના માહોલ વચ્ચે આવકવેરા વિભાગનું મેગા ઓપરેશન, કચ્છમાં 30થી વધુ સ્થળે પાડ્યા દરોડા

ગાંધીધામ અંજાર અને ભુજમાં ભાગીદારોના રહેઠાણ અને ઓફિસ ઉપર તપાસ હાથ ધરવામાં આવી છે.

ચૂંટણીના માહોલ વચ્ચે આવકવેરા વિભાગનું મેગા ઓપરેશન, કચ્છમાં 30થી વધુ સ્થળે પાડ્યા દરોડા
કચ્છમાં આવકવેરા વિભાગનું સર્ચ ઓપરેશન
Image Credit source: TV9 GFX
| Edited By: | Updated on: Nov 11, 2022 | 10:46 AM

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થઇ ગઇ છે. રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોના નામો પણ જાહેર કરી દેવામાં આવ્યા છે. આ દરમિયાન આવકવેરા વિભાગે તવાઇ બોલાવવાનું શરુ કર્યુ છે. આવકવેરા વિભાગે કચ્છમાં 30થી વધુ સ્થળોએ દરોડા પડીને તપાસ શરુ કરી છે. ફાઇનાન્સ, પ્રોપર્ટી, સહિતના વ્યવસાય સાથે સંકળાયેલા ખાવડ ગ્રુપ પર તવાઈ બોલાવવામાં આવી છે. ગાંધીધામ અંજાર અને ભુજમાં ભાગીદારોના રહેઠાણ અને ઓફિસ ઉપર તપાસ હાથ ધરવામાં આવી છે. દરોડાની તપાસની કાર્યવાહીના અંતે મોટા પાયે બેનામી વ્યવહારો મળે તેવી શક્યતા છે.

મળતી માહિતી પ્રમાણે બ્લેકને વ્હાઇટ કરવાના ગોરખ ધંધાનો પર્દાફાશ કરનારાઓ પર ઇન્કમટેક્સ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. રાજકીય ફંડ અંગે પણ ચર્ચા ચાલી રહી છે.  ચૂંટણીના માહોલ વચ્ચે આવકવેરા વિભાગે તવાઇ બોલાવતા  ગોરખ ધંધા કરતા શખ્સોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. દરોડામાં મુખ્યત્વે રિયલ એસ્ટેટમાં સંકળાયેલા ધંધાર્થીઓ સહિત ફાઇનાન્સ બ્રોકર સંબધિત વેપારીઓને ત્યાં વહેલી સવારથી તપાસનો દોર શરૂ થયો છે. આ દરોડામાં 200થી વધુ અધિકારીઓ આ દરોડામાં સામલ થયા છે. આ આઇટી દરોડાના લીધે સમગ્ર રિયલ એસ્ટેટના વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. બીજી બાજુ ફઆઇનાન્સના બ્રોકરોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

સુરતમાં પણ ઝડપાયુ હતુ GST કૌભાંડ

ચાર દિવસ પહેલા સુરતની ઈકોસેલે પણ સૌથી મોટું GST કૌભાંડ ઝડપી પાડ્યું હતું. 21 ડમી કંપનીઓ ઉભી કરીને 116 કરોડથી વધુની GST ચોરી ઝડપી પાડવામાં આવી છે. સુરત સહિત ગુજરાતના છ શહેરોમાં ઈકોસેલે રેડ કરી કાર્યવાહી કરી હતી. મળતી માહિતી મુજબ બોગસ શેલ કંપનીઓ શરૂ કરી તેના નામે બોગસ બિલિંગ કરી ઈનપુટ ટેક્સ ક્રેડિટ મેળવાતી હતી. આ માટે ટોરેન્ટ પાવર અને DGVCLના ખોટા બિલો પણ રજૂ કરવામાં આવ્યા હોવાની માહિતી મળી રહી છે.

આરોપીઓ બિલ બનાવ્યા બાદ ખોટ દર્શાવી GST ભરતા ન હતા અને એગ્રીકલ્ચર એકાઉન્ટમાં જમા થતા સરકારી નાણા પણ બારોબાર ઉપાડી લેતા હતા. આ કૌભાંડમાં કુલ 1206 કરોડના બોગસ બિલિંગ કરી તેમાં 116 કરોડની ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવાઇ હોવાનું સામે આવ્યું છે. આ કૌભાંડમાં અત્યાર સુધી 22 લોકોની પૂછપરછ કરાઈ છે, જેમાંથી 14 લોકોની સંડોવણી સામે આવી છે. આ કૌભાંડમાં મુખ્ય 4 સૂત્રધાર હોવાનું સામે આવ્યું છે.પોલીસે આ મામલે અત્યાર સુધી 14 લોકોની ધરપકડ કરીને 16 લેપટોપ,25 મોબાઈલ, CPU, હાર્ડડિસ્ક, ચેકબુક, ડેબિટ, ક્રેડિટ કાર્ડ, પાનકાર્ડ, સ્ટેમ્પ અને 2 લાખથી વધુ રકમ જપ્ત કરી છે.

 

Published On - 9:50 am, Fri, 11 November 22