ગુજરાતમાં (Gujarat) ધીરેધીરે કોરોનાના (Corona) કેસો અંકુશમાં આવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં રાજયમાં કોરોનાના નવા કુલ 13 કેસ નોંધાયા છે. આ સાથે કોરોનાના કારણે મૃત્યુઆંક (Death)પણ ઘટી રહ્યો છે. આજે રાજયમાં કોરોનાને કારણે 02 દર્દીના મોત થયા છે. આજેરાજય ભરમાં 36 દર્દીઓ સાજા થયા છે.રાજયમાાંઅત્યાર સુધીમાં આરોગ્ય વિભાગના સઘન પ્રયાસોના લીધે 12,12,513 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.આ સાથેરાજયનો રીકવરી રેટ 99.08 ટકા જેટલો છે. રાજ્યમાં આજે સાંજે 5 વાગ્યા સુધી કુલ-1,83,388 વ્યક્તિનું રસીકરણ કરવામાં આવ્યુ છે.
રાજયમાં હાલ કોરોનાના કુલ 326 કેસ એક્ટીવ છે. જેમાં 05 દર્દીઓ વેન્ટીલેટર પર છે, જેમાં 321 દર્દીઓની હાલત સ્થિર છે, અત્યારસુધીમાં રાજયમાં કુલ 10,941 દર્દીઓના કોરોનાને કારણે મોત થયા છે.
અમદાવાદ કોર્પોરેશનમાં આજે કોરોનાના કુલ 6 કેસ નોંધાયા છે. તો વડોદરા કોર્પોરેશનમાં કુલ 5 કેસ નોંધાયા છે. જયારે દાહોદ અને ગાંધીનગરમાં કુલ 1 કેસ નોંધાયો છે. અમદાવાદમાં આજે કુલ 19 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે. જયારે દાહોદ-ગાંધીનગર જિલ્લામાં 01-01 દર્દી ડિસ્ચાર્જ થયા છે. બનાસકાંઠામાં 04- ભરૂચમાં 01, ગાંધીનગર શહેરમાં 01, ખેડા-મોરબી-પાટણ-સુરેન્દ્રનગરમાં 01-01, સુરતમાં 03, રાજકોટમાં 02 દર્દી ડિસ્ચાર્જ થયા છે. આમ રાજયમાં આજે કુલ 36 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. તો ગાંધીનગર અને નવસારીમાં 01-01 દર્દીનું મોત થયું છે. આમ, રાજયમાં બે દર્દી મોતને ભેંટયા છે.
આ પણ વાંચો : પ્રમોદ સાવંત બનશે ગોવાના મુખ્યપ્રધાન, બીજેપી વિધાનસભા પક્ષની બેઠકમાં કરાઈ જાહેરાત
Published On - 7:50 pm, Mon, 21 March 22