ગુજરાતમાં (Gujarat) કોરોનાના (Corona) કેસમાં ધીરેધીરે ઘટાડો નોંધાઇ રહ્યો છે. આજે છેલ્લા 24 કલાકમાં રાજયમાં કોરોનાના નવા 3897 કેસ (CASE) નોંધાયા છે, સાથે જ કોરોનાને કારણે છેલ્લા 24 કલાકમાં કુલ 19 દર્દીના મોત (DEATH)થયા છે. આજે કોરોનાને કારણે કુલ 10,273 દર્દીઓ સાજા થયા છે. તો રાજયમાં કુલ કોરોનાના એક્ટીવ કેસ 44,618 નોંધાયા છે. જ્યારે રાજ્યનો રિકવરી રેટ વધીને 95.39 ટકા થઈ ગયો છે..રાજ્યમાં છેલ્લા 9 દિવસથી 30થી વધારે દર્દીના મોત નોંધાતા હતા. ત્યારે આજે રાજ્યમાં મોતનો દૈનિક આંકમાં ઘટાડો થયો છે.
રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.એક મહિના બાદ બીજીવાર રાજ્યમાં પાંચ હજારથી ઓછા કેસ નોંધાયા છે.જ્યારે 19 દર્દીઓનાં મોત થયા છે.અમદાવાદ શહેરમાં સૌથી વધુ 1,263 નવા કેસ અને 6 લોકોનાં મોત થયા. તો વડોદરામાં 777 નવા દર્દી મળ્યા અને ચાર દર્દીનાં મોત નિપજ્યા. સુરતમાં પણ કોરોનાથી કુલ ત્રણ લોકોના મોત થયા અને 147 નવા કેસ સામે આવ્યા.રાજકોટ શહેર અને જિલ્લામાં 166 નવા દર્દી મળ્યા. જ્યારે 2 લોકોના મૃત્યુ થયા છે.આ તરફ ભાવનગર શહેર-જિલ્લામાં 38 નવા કેસ સામે આવ્યા અને 2 લોકોએ કોરોનાના કારણે દમ તોડ્યો છે.
રાજ્યમાં કોરોનાના કારણે કુલ 19 લોકોના મોત થયા છે. સૌથી વધુ અમદાવાદ શહેરમાં 6 લોકોએ દમ તોડ્યો. જ્યારે વડોદરામાં કુલ 5 લોકોનું મોત થયું છે. જ્યારે સુરત શહેર અને જિલ્લામાં મળીને કુલ 3 દર્દીના નિધન થયા છે. બીજી તરફ 10,273 દર્દી સાજા થયા છે. રાજ્યનો રિકવરી રેટ વધીને 95.39 ટકા થઈ ગયો છે. અત્યાર સુધીમાં 11.44 લાખથી વધુ લોકો સાજા થયા છે. જ્યારે મૃત્યુઆંક 10 હજાર 667 થયો છે.રાજ્યમાં હાલ 44 હજાર 618 એક્ટિવ કેસ છે, જેમાંથી 225 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 44 હજાર 393 દર્દીની હાલત સ્થિર છે.
ગુજરાતના જિલ્લાઓમાં કોરોનાના કેસ
અમદાવાદ- 1288, સુરત-284, વડોદરા- 580,રાજકોટ- 166, જામનગર- 26, ભાવનગર-38, ગાંધીનગર-167, જુનાગઢ -8 કેસ નોંધાયા છે.
ગુજરાતના મહાનગરોમાં કોરોનાના કેસ
અમદાવાદ- 1263, સુરત-147, વડોદરા- 377, રાજકોટ- 99, જામનગર- 18, ભાવનગર-36, ગાંધીનગર-113 અને જુનાગઢ -2 કેસ નોંધાયા છે.
આ પણ વાંચો : રાજપીપલા : જિલ્લા પ્રભારી પૂર્ણેશ મોદીના હસ્તે રૂ.2.67 કરોડના ખર્ચે નવનિર્મિત પામનાર રેન બસેરાનું ખાતમૂહુર્ત કરાયું
આ પણ વાંચો : લતા મંગેશકરે સાંસદ તરીકે ક્યારેય પગાર ભથ્થું નથી લીધું, સંસદમાં જ્યારે ગાયું ‘સારે જહાં સે અચ્છા’, જુઓ ખાસ વીડિયો
Published On - 7:14 pm, Sun, 6 February 22