ગુજરાતમાં કોરોના (CORONA) વિસ્ફોટની સ્થિતિ યથાવત છે. આજે પણ રાજયમાં કોરોનાના 14,781 નવા કેસ (Case) નોંધાયા છે. આ સાથે જ કોરોનાને કારણે કુલ 21ના મોત (Death) થયા છે. રાજયમાં આજે કોરોનાના કુલ 20829 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. તો રાજયમાં હાલ કોરોનાના એકટીવ કેસની સંખ્યા 1,28,192 છે. તો કોરોનાના 309 દર્દી વેન્ટીલેટર પર છે. જોકે, કોરોનાને કારણે મોતની સંખ્યામાં વધારો ચિંતાની બાબત બની ગઇ છે.
ગુજરાતમાં જિલ્લાવાર કોરોના કેસોની સંખ્યા
રાજયમાં સૌથી વધારે અમદાવાદ જિલ્લામાં કેસ નોંધાયા છે. તો વડોદરામાં 3016 કેસ, સુરતમાં 1228, રાજકોટમાં 1235 કેસ, ગાંધીનગરમાં 746, ભાવનગરમાં 259 કેસ, જામનગરમાં 245, જૂનાગઢમાં 80 કેસ નોંધાયા છે. આ ઉપરાંતના જિલ્લાઓમાં મહેસાણામાં 403, કચ્છમાં 312, આણંદમાં 245 કેસ, પાટણમાં 230, ખેડામાં 200, ભરૂચમાં 158 કેસ, સાબરકાંઠામાં 142, બનાસકાંઠામાં 136, નવસારીમાં 132 કેસ, મોરબીમાં 125, વલસાડમાં 117, અમરેલીમાં 95 કેસ નોંધાયા છે. આ ઉપરાંત સુરેન્દ્રનગરમાં 64, પંચમહાલમાં 63, પોરબંદરમાં 43 કેસ, દાહોદમાં 39, તાપીમાં 33, ગીરસોમનાથમાં 28 કેસ, ડાંગમાં 17, છોટાઉદેપુરમાં 9, નર્મદામાં 8કેસ, અરવલ્લીમાં 7, મહિસાગરમાં 4, બોટાદમાં 3કેસ નોંધાયા છે.
રાજયના આઠ મેટ્રો શહેરમાં કોરોનાના કેસોની સંખ્યા
અમદાવાદ શહેરમાં 5248 કેસ, સુરત શહેરમાં 834 કેસ, વડોદરા શહેરમાં 2412 કેસ, રાજકોટ શહેરમાં 944 કેસ, જામનગર શહેરમાં 201 કેસ, ભાવનગર શહેરમાં 233 કેસ, ગાંધીનગર શહેરમાં 544 કેસ, જુનાગઢ શહેરમાં 38 નવા કેસ નોંધાયા છે.
આ પણ વાંચો : લતા મંગેશકરના સારા સ્વાસ્થ્ય માટે અયોધ્યામાં કર્યો ‘મહામૃત્યુંજય જાપ’, સંતોએ PMને મળવા કરી વિનંતી
આ પણ વાંચો : Covishield અને Covaxinને ટૂંક સમયમાં બજારમાં લાવવાની મળી શકે છે મંજૂરી, જાણો કેટલી હશે કિંમત?
Published On - 7:50 pm, Wed, 26 January 22