BHARUCH : ભરૂચમાં બેદરકારોએ ભારે કરી , મેળામાં ટોળા અને કોલેજમાં શિક્ષિત અભણોના આંખમિચામણા, જુઓ કોરોનાને ખુલ્લુ ઈન્વિટેશન
Bharuch : open invitation to Corona

Follow us on

BHARUCH : ભરૂચમાં બેદરકારોએ ભારે કરી , મેળામાં ટોળા અને કોલેજમાં શિક્ષિત અભણોના આંખમિચામણા, જુઓ કોરોનાને ખુલ્લુ ઈન્વિટેશન

| Edited By: | Updated on: Dec 31, 2021 | 1:16 PM

ભરૂચમાં ગઈકાલે કોરોનના ૮ પોઝિટિવ કેસ નોંધાયા છે . લાંબા સમય સુધી એકપણ કેસ સામે ન આવ્યા બાદ ફરી કોરોના સંક્રમણના મામલા સામે આવી રહયા છે.

કોરોનાનીત્રીજી લહેરના ભણકારા વાગી રહ્યા છે. દેશમાં ઓમિક્રોન કેસની (Omicron Cases) કુલ સંખ્યા વધીને 1,270 થઈ ગઈ છે.કોરોના વાયરસના 16,764 નવા કેસ (Corona Cases) નોંધાયા છે ત્યારે રાજ્યમાં વધતા કોરોના કેસના કારણે સાવચેતીના પગલાં ઉપર ભાર અપાઈ રહ્યું છે.

ભરૂચમાં ગઈકાલે કોરોનના ૮ પોઝિટિવ કેસ નોંધાયા છે . લાંબા સમય સુધી એકપણ કેસ સામે ન આવ્યા બાદ ફરી કોરોના સંક્રમણના મામલા સામે આવી રહયા છે. એક તરફ કોરોનાની ત્રીજી લહેરની ચિંતાઓ ઉભી થઇ છે તો બીજી તરફ લાપરવાહીના મામલાઓ પણ સામે આવી રહ્યા છે. ભરૂચમાં બે સ્થળોએ કોરોના ગાઇડલાઇન નેવે મૂકી માસ્ક અને સોસીયલ ડિસ્ટન્સ વગર મોટી સંખ્યમાં લોકો એકત્રિત થયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.

ભાતીગળ મેળામાં ભીડ ઉમટી

ભરૂચના ભીડભંજન વિસ્તારમાં ભાતિગળ મેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટયા હતા. ગુજરાત માગષર મહિનામાં ગુરુવારે કોઠા – પાપડીનો ભાતીગળ મેળો ભરાય છે. આ મેળામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા. રત્ન સમયે આ વિસરતારમાંથી પસાર થવું પણ મુશ્કેલ બને તેટલી ભીડ જોવા મળી હતી.

કોલેજ કેમ્પસમાં ચિંતાજનક સ્થિતિ

ભરૂચના કોલેજ કેમ્પસમાં નજરે પડેલા દ્રશ્યો પડ્યા છે. કોરોના ગાઇડલાઇન સાથે શાળા – કોલેજ શરૂ કરવાના દાવાઓ પોકળ સાબિત થયા છે. ૧૫ થી ૧૮ વર્ષના વિદ્યાર્થીઓને વેક્સિનની જાહેરાતના અહેવાલો બાદ સલામતીના પગલાં નેવે મૂકી દેવાયા હોય તેમ લાગી રહ્યું છે.

આ પણ વાંચો : ગુજરાતમાં કોરોના વિસ્ફોટ, નવા 573 કેસ નોંધાયા બે વ્યક્તિના મોત

આ પણ વાંચો : કોગ્રેસના આ દિગ્ગજ નેતાએ ગુજરાત સરકારને ગણાવી સુપર સ્પ્રેડર, CR પાટીલ વિશે આપી દીધું આ મોટું નિવેદન

 

Published on: Dec 31, 2021 01:14 PM