અંકલેશ્વરમાં પિતા – પુત્રીનો પવિત્ર સંબંધ લજવાયો, પિતાના પિશાચી કૃત્ય સામે માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી

|

Apr 28, 2022 | 12:00 PM

બાળકીની તબીબી તપાસ સાથે સારવાર શરુ કરાવી અંકલેશ્વર પોલીસે કાયદાકીય કાર્યવાહી સાથે સારવારનું માનતાનું પગલું પણ ભર્યું છે. પોલીસે આરોપી પિતાની ધરપકડ માટે પણ પ્રયાસ હાથ ધર્યા છે.

અંકલેશ્વરમાં પિતા - પુત્રીનો પવિત્ર સંબંધ લજવાયો, પિતાના પિશાચી કૃત્ય સામે માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી
Symbolic Image

Follow us on

અંકલેશ્વર(Ankleshwar) તાલુકામાં પિતા -પુત્રીનો પવિત્ર સંબંધ લજવાયો છે. સગા બાપે દીકરીને હવસનો શિકાર બનાવતા મામલો પોલીસ ચોપડે ચડ્યો છે. આરોપી ઉપર હેવાયનીય એ હદે હાવી થઇ હતી કે તેને ત્રણ મહિનામાં અનેકવાર માસુમ બાળકીને પીંખી નાખી હતી. બે દિવસ અગાઉ માતાનું ધ્યાન દીકરીની પીડા તરફ જતા પૂછપરછમાં પિતાની પિશાચી કરતૂતનો પર્દાફાશ થતા માતા દીકરીને લઈ પોલીસ પાસે પહોંચી હતી. બનાવ સંદર્ભે માતા તેની દીકરી સાથે થયેલા અમાનુષી અત્યાચારની પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે પોક્સો અને બળાત્કારની કલમો હેઠળ ગુનો દાખલ કરી તપાસ શરુ કરી છે.

પિતા નજર સામે આવતા પુત્રી ભયથી કાપવાં લાગતી હતી

દીકરી માટે તેના પિતા હમેશા એક સુપરહીરો સમાન હોય છે પણ અંકલેશ્વરમાં એક ઘટનાએ બાળકીના માનસપટલ ઉપર એવી નકારાત્મક છાપ ઉભી કરી છે કે પિતા ઘરમાં પ્રવેશે ત્યારથી તેના પગ થરથર કાપી ઉઠે છે. આ વાત તાલુકાના એક ગ્રામ્ય વિસ્તારની 12 વર્ષની દીકરીની છે. આ બાળકી છેલ્લા ત્રણ મહિનાથી વારંવાર બળાત્કારનો ભોગ બની રહી છે. કુમળી વયની બાળકીને હવસનો શિકાર અન્ય કોઈ નહિ પરંતુ તેનો પિતા બનાવતો હતો. વારંવાર બાળકીના શરીરને પીંખતા આ પિશાચ સામે બાળકી કોઈને હકીકત પણ જણાવી શક્તિ ન હતી અને ચુપચાપ શારીરિક અને માનસિક યાતનાઓ સહન કરતી હતી. પિતાની કરતૂત જાહેર ન થાય તે માટે તે બાળકીને માર મારી ભયમાં રાખતો હતો.

માતા પુત્રીને લઈ પોલીસ સ્ટેશન પહોંચી

તાજેતરમાં બાળકીએ તેની માતા સમક્ષ શારીરિક પીડાની ફરિયાદ કરી હતી સાથે બાળકી અત્યંત ભયભીત પણ જણાઈ હતી. માતા હૂંફ આપી બાળકીને પૂછતાં પિતા દ્વારા બળાત્કાર ગુજારાતો હોવાનું બાળકીએ જણાવ્યું હતું. પતિના પિશાચી કૃત્ય વિષે જાણી માતાના પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ હતી.ચોકી ઉઠેલી મહિલાએ પતિને ઠપકો આપ્યો હતો. આ બાદ તેજ રાતે ફરી આરોપી બાળકીને હવસનો શિકાર બનાવવા પ્રયાસ કરતા માતા બાળકીને લઈ પોલીસ સ્ટેશન પહોંચી હતી. ઘટનાની ગંભીરતા પારખી પોલીસે માતાની ફરિયાદના આધારે પિતા વિરુદ્ધ પુત્રી ઉપર બળાત્કાર ગુજારવાની અને માર મારવાની ફરિયાદ દાખલ કરી છે.

Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ

બાળકીની તબીબી તપાસ સાથે સારવાર શરુ કરાવી અંકલેશ્વર પોલીસે કાયદાકીય કાર્યવાહી સાથે સારવારનું માનવતાનું પગલું પણ ભર્યું છે. પોલીસે આરોપી પિતાની ધરપકડ માટે પણ પ્રયાસ હાથ ધર્યા છે.

આ પણ વાંચો :  જંબુસરના માલપુર ગામમાં આગની ઘટનામાં ત્રણ મકાન ભસ્મીભૂત, રહેવાસીઓએ તમામ ઘરવખરી ગુમાવી

આ પણ વાંચો : Bharuch : કેદીનો સ્વાંગ રચી પોલીસે સબજેલના મોબાઈલ ફોન નેટવર્કને ઝડપી પાડ્યું, હત્યા અને NDPS ના કેદીઓ પાસેથી કબ્જે કરાયા ફોન

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Published On - 11:58 am, Thu, 28 April 22

Next Article