સુરતમાં સંકટ: ઓમિક્રોનની આફત વચ્ચે એક જ પરિવારના 5 સભ્યો કોરોના પોઝિટિવ આવતા ખળભળાટ

|

Dec 06, 2021 | 10:25 AM

Surat: રાજ્યમાં 5 ડિસેમ્બરે કોરોના વાયરસના નાવ 48 કેસ નોંધાયા છે. ત્યારે સુરતમાં અડાજણ વિસ્તારમાં એક જ પરિવારના પાંચ લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે.

Surat: કોરોનાના (Corona) નવા વેરિઅન્ટ ઓમિક્રોનના (Omicron) ભણકારા વાગી રહ્યા છે. ત્યારે કોરોનાએ ફરી ઉથલો માર્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. સુરતના અડાજણ વિસ્તારમાં એક જ પરિવારના પાંચ લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે. સાઈલીલા સોસાયટીમાં એક જ પરિવારમાં પાંચ લોકો સંક્રમિત આવતા તંત્ર દોડતું થયું છે. તેમજ પાલિકા દ્વારા આખી સોસાયટીને ક્લસ્ટર ઝોન જાહેર કરાઈ છે.

આ સાથે સુરતમાં એક દિવસમાં કુલ 9 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. તો બીજી તરફ સુરત એરપોર્ટ પર છેલ્લા 24 કલાકમાં 87 મુસાફરો વિદેશથી આવ્યા છે. અને એરપોર્ટ પર ટેસ્ટિંગ પ્રક્રિયા વધુ વેગીલી બનાવાઈ છે. આરોગ્ય તંત્ર પણ કોરોનાની પરિસ્થિતિને લઈ એલર્ટ મોડ પર કામ કરી રહ્યુ છે.

જણાવી દઈએ કે રાજ્યમાં 5 ડિસેમ્બરે કોરોના વાયરસના નાવ 48 કેસ નોંધાયા છે, તો આજે નોંધાયેલા નવા કેસોમાં અમદાવાદ શહેરમાં સૌથી 17 કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ કેસોની સંખ્યા 8,27,707 (8 લાખ 27 હજાર 707 ) થઇ છે. રાજ્યમાં આજે કોરોનાના કારણે સુરત જિલ્લામાં એક દર્દીનું મૃત્યુ છે, રાજ્યમાં કુલ મૃત્યુઅંક 10,095 થયો છે.

રાજ્યમાં આજે 5 ડિસેમ્બરે કોરોનાથી મુક્ત થઇને સાજા થયેલા 24 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યાં છે, આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,17,263( 8 લાખ 17 હજાર 263) દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. રાજ્યમાં આજે એક્ટીવ કેસની સંખ્યા વધીને 349 થઇ છે.

 

આ પણ વાંચો: Surat : સુરતની રબર ગર્લ રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ મેળવી પરત ફરી, એરપોર્ટ પર કરાયું ભવ્ય સ્વાગત

આ પણ વાંચો: SURAT : ઓલપાડના બોલાવમાં ગ્રામજનોએ ગ્રામ પંચાયત સહિત દરેક ચૂંટણીના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી, જાણો શું છે કારણ

Published On - 9:24 am, Mon, 6 December 21

Next Video