ભારતીય વાયુસેનાના SWAC હેડક્વાર્ટર દ્વારા કુદરતી કૃષિ-ખેતીવાડીના પ્રોત્સાહન માટે પ્રદર્શન સાથે વેચાણનું આયોજન કરવામાં આવ્યું

|

Sep 18, 2021 | 8:19 PM

ભારતીય વાયુસેનાના દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડ (SWAC) દ્વારા 18 સપ્ટેમ્બર 2021ના રોજ ગાંધીનગરમાં ચિલોડા કેમ્પસ ખાતે આવેલા વાયુ શક્તિ નગરમાં કુદરતી ખેતી કૃષિ ઉપજોનું પ્રદર્શન સાથે વેચાણ યોજવામાં આવ્યું હતું.

ભારતીય વાયુસેનાના SWAC હેડક્વાર્ટર દ્વારા કુદરતી કૃષિ-ખેતીવાડીના પ્રોત્સાહન માટે પ્રદર્શન સાથે વેચાણનું આયોજન કરવામાં આવ્યું
HQ SWAC ORGANIZES EXHIBITION CUM SALE OF NATURAL AGRICULTURE FARMING PRODUCTS

Follow us on

GANDHINAGAR : ગુજરાતના આદરણીય રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા આપવામાં આવેલા પ્રેરણાદાયી વિચારો પરથી પ્રેરિત થઇને, કુદરતી ખેતીવાડી તરફ સામાન્ય લોકોનું ધ્યાન દોરવા માટે ભારતીય વાયુસેનાના દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડ (SWAC) દ્વારા 18 સપ્ટેમ્બર 2021ના રોજ ગાંધીનગરમાં ચિલોડા કેમ્પસ ખાતે આવેલા વાયુ શક્તિ નગરમાં કુદરતી ખેતી કૃષિ ઉપજોનું પ્રદર્શન સાથે વેચાણ યોજવામાં આવ્યું હતું.

કૃષિ ટેકનિકલ વ્યવસ્થાપન એજન્સી (ATMA)ના અધિકારીઓ અને કુદરતી ખેતીવાડીમાં જોડાયેલા સ્થાનિક ખેડૂતો સાથે સંકલન દ્વારા આ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આ પ્રદર્શન દરમિયાન, મુલાકાત લેનારા લોકોને કોઇપણ રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના ઉપયોગ વગર ઉત્પન્ન કરવામાં આવતી કુદરતી કૃષિ ઉપજોના ઉપયોગના લાભો વિશે સમજણ આપવામાં આવી હતી.

દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ એર માર્શલ સંદીપ સિંહ AVSM VM, AFWWA (પ્રાદેશિક)ના પ્રેસિડેન્ટ શ્રીમતી કામિનીસિંહ અને ભારતીય વાયુસેનાના અન્ય વરિષ્ઠ અધિકારીઓ કર્મચારીઓ તેમજ તેમના પરિવારજનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

રસ્તા પર અંતિમયાત્રા જોવી એ શું સંકેતો આપે છે?
ઘોડાની નાળમાંથી બનેલી વીંટી પહેરવી યોગ્ય છે કે અયોગ્ય? પ્રેમાનંદ મહારાજે આપ્યો સચોટ જવાબ
Mauni Amavasya 2025: મૌની અમાસ પર બની રહ્યો ત્રિવેણી યોગ! આ 5 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ
Tech Tips: Phoneમાં નથી આવતુ નેટવર્ક? તો બસ કરી લો આ કામ
આજનું રાશિફળ તારીખ : 23 જાન્યુઆરી, 2025
Luxury Train : દુનિયાની સૌથી મોંઘી ટ્રેન છે ભારતમાં, ભાડું જાણી ચોંકી જશો

આ પણ વાંચો : KUTCH : લાંબા વિરામ બાદ કચ્છમાં મેઘરાજાનું આગમન, અંજારમાં 2 કલાકમાં 1 ઈંચ વરસાદ પડ્યો

આ પણ વાંચો : GANDHINAGAR : એક જ દિવસમાં 23.68 લાખ લોકોનું રસીકરણ કરવા બદલ મુખ્યપ્રધાને આરોગ્યકર્મીઓને અભિનંદન પાઠવ્યા

Published On - 8:17 pm, Sat, 18 September 21

Next Article