Kutch: 10000 કરોડના હેરોઇન કેસમાં આરોપી દંપતીના 10 દિવસના રિમાન્ડ, થઇ શકે છે મોટા ખૂલાસા

|

Sep 20, 2021 | 8:41 PM

ભારતીય જળસીમાંથી ઘૂસાડવામાં આવતા કન્ટેનરમાંથી 3000 કિલો હેરોઇનનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. જેની અંદાજીત કિંમત 10 હજાર કરોડ રૂપિયાથી વધારે છે.

મુન્દ્રા પોર્ટ પરથી કરોડોનું હેરોઇનનો જથ્થો ઝડપવામાં આવ્યું છે. આ હેરોઇન અંદાજીત 10,000 કરોડનું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જેમાં મોટા સમાચાર હવે સામે આવ્યા છે. આ કેસમાં ડીઆરઆઈ વિભાગે ચેન્નઈથી એક પતિ પત્નીની ધરપકડ કરી હતી. આ આરોપી દંપત્તિના 10 દિવસના રિમાન્ડ ભુજ કોર્ટે મંજૂર કર્યા છે.

તમને જણાવી દઈએ કે હવે આરોપીને સાથે લઈને ડીઆરઆઈ વિભાગ દિલ્લી અને વિજયવાળા તપાસ માટે જશે. આ આરોપીની પૂછપરછમાં અનેક ખુલાસા થવાની શકયતા જણાઈ રહી છે. મળેલી માહિતી અનુસાર કોણે હેરોઇન મોકલ્યું ? અને કોણ હેરોઇન લેવાનું હતું ? તેની તપાસ કરવામાં આવશે.

તમને જણાવી દઈએ કે ગુજરાતના મુંદ્રા પોર્ટ પરથી એટીએસ અને કોસ્ટ ગાર્ડના સંયુકત ઓપરેશનમાં ભારતીય જળસીમાંથી ઘૂસાડવામાં આવતા કન્ટેનરમાંથી 3000 કિલો હેરોઇનનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. જેની અંદાજીત કિંમત 10 હજાર કરોડ રૂપિયાથી વધારે છે. આ બંને કન્ટેનર અફઘાનિસ્તાન વાયા ઈરાનથી મુન્દ્રા પોર્ટ પર આવ્યા હતા. જેમાં જથ્થો મંગાવનાર બે ઇમ્પોર્ટરની ધરપકડ કરી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા છે.

ગુજરાત ATS અને ભારતીય કોસ્ટ ગાર્ડના સંયુક્ત ઓપરેશનમાં ભારતીય જળ સીમામાંથી અજ્ઞાત બોટમાંથી રવિવારે 50  કિલો હેરોઇનનો જથ્થો મળ્યો  હતો. જેની કિંમત આશરે 250 કરોડ હોવાની શક્યતા છે. તેમજ બોટમાંથી 7 ઈરાની નાગરિકો પણ ઝડપાયા છે. તેમજ મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો ભારતમાં ઘુસાડવાનો પ્રયાસ નિષ્ફળ થયો છે.

ઉલ્લેખનીય છે કે, ભારતીય કોસ્ટગાર્ડ અને ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વોડે ગુરુવારે કચ્છ જિલ્લાના જાખૌ કાંઠા પાસે આઠ પાકિસ્તાની નાગરિકો અને એક માછીમારી બોટને 30 કિલો હેરોઇન સાથે પકડ્યા હતા.

 

આ પણ વાંચો: છોટાઉદેપુરમાં ભારે વરસાદથી સોકેત નદીમાં પૂર આવ્યું, લો-લેવલ કોઝવે પાણીમાં ગરકાવ

આ પણ વાંચો: AHMEDABAD : ગૃહરાજ્યપ્રધાન હર્ષ સંઘવી ATSની મુલાકાતે, ATSના હથિયારો અને વાહનોની માહિતી મેળવી

Published On - 8:31 pm, Mon, 20 September 21

Next Video