અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ, ધરોઈ ડેમના 8 દરવાજા ખોલાતા રિવરફ્રંટ આવતીકાલે બંધ રહેશે

|

Aug 23, 2022 | 11:51 PM

અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ (Ahmedabad rains). લાંબા સમય બાદ અમદાવાદીઓને બફારામાંથી રાહત મળી છે.

અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ, ધરોઈ ડેમના 8 દરવાજા ખોલાતા રિવરફ્રંટ આવતીકાલે બંધ રહેશે
Heavy rain in Ahmedabad
Image Credit source: TV9

Follow us on

અમદાવાદના (Ahmedabad)  અનેક વિસ્તારોમાં આજે મોડી સાંજે ધોધમાર વરસાદ (Ahmedabad rains) પડ્યો છે. લાંબા સમય બાદ અમદાવાદીઓને બફારામાંથી રાહત મળી છે. અમદાવાદ શહેરના બોપલ, શીલજ, થલતેજ, એસજી હાઈવે, ગોતા, વૈષ્ણોદેવી સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળ્યો છે. અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં હળવાથી લઈને મધ્યમ સ્તરનો વરસાદ જોવા મળ્યો છે. અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાઈ જતા વાહના ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સાંજે આફિસથી ઘરે જતા અમદાવાદીઓ વરસાદને કારણે ટ્રાફિકમાં ફસાયા હતા. વરસાદને કારણે અમદાવાદમાં ઘણી જગ્યાએ ટ્રાફિક જામ સર્જાયો હતો.

અમદાવાદમાં ભારે વરસાદને કારણે ધરોઈ ડેમના પહેલા 6 દરવાજા ખોલાયા હતા. ભારે વરસાદને કારણે હાલ ધરોઈ ડેમના 8 દરવાજા ખોલાયા છે. દરવાજા ખોલાતા નદીમાં પાણીનું સ્તર વધી શકે છે. જેને કારણે સાબરમતી પરનો રિવરફ્રંટ આવતી કાલે અમદાવાદીઓ માટે બંધ રહેશે.

ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં છેલ્લા ઘણા સમયથી વરસાદે વિરામ લીધો હતો. પણ ગઈ કાલે બપોરથી જ અમદાવાદના આકાશમાં વાદળો ઘેરાવા લાગ્યા હતા. આજે વહેલી સવારે પણ અમદાવાદના વસ્ત્રાપુર, બોડકદેવ જેવા અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ શરુ થયો હતો. આજે સાંજે પણ અમદાવાદ કાળા વાદળોથી ઘેરાયેલુ હતુ. અમદાવાદની સાથે ગાંધીનગર, કલોલમાં વરાસાદ પડ્યો હતો. આ વરસાદ મોડી રાત સુધી રહેવાની શક્યતા છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

અમદાવાદમાં ધોધમાર વરસાદ

હવામાન વિભાગે કરી હતી વરસાદની આગાહી

22 ઓગસ્ટના રોજ ગુજરાતના હવામાન વિભાગે વરસાદની આગાહી કરી હતી. બંગાળની ગાડીમાં લો પ્રેશર સર્જાવાને કારણે ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ પડવાની હતી આગાહી. માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી હતી. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. અમદાવાદમાં પણ 23 અને 24 ઓગસ્ટના રોજ વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી હતી.જણાવી દઈએ કે આ સિઝનનો મોટા ભાગનો વરસાદ ગુજારતની ધરા પર વરસી ચૂક્યો છે.

વરસાદને કારણે અમદાવાદના રસ્તા બન્યા ડાન્સિગં રોડ

ચાલુ વર્ષે અડધુ ચોમાસું પૂરું થવાને આરે હોવા છતા પરંતુ રસ્તાઓની હાલત હજુ સુધરી નથી. રાજ્યના મોટાભાગના રસ્તાઓ જાણે કે ડાન્સિંગ રોડ બની ગયા છે. ઘણા શહેરોમાં તો ખાડા એટલા છે કે જાણે રોડ બનાવ્યો જ ન હોય. અમદાવાદમાં ખરાબ રસ્તાઓના લીધે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સરકારી આંકડા મુજબ વરસાદને કારણે 1200થી વધુ રસ્તાને નુકસાન થયું છે. જેમાં 650 સ્ટેટ, 175 નેશનલ હાઇવે છે.

હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી

રાજયમાં ફરીથી વરસાદી માહોલ જામ્યો છે તે અંગે હવામાન વિભાગે આગાહી કરી છે કે, આજે વરસાદનું જોર વધશે.બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરને કારણે વરસાદી માહોલ રહેશે. જેમાં ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે.તો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો સાથે જ બનાસકાંઠા, અરવલ્લી, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગરમાં ભારે વરસાદની આગાહી છે. જણાવી દઈએ કે સારા વરસાદથી રાજ્યના 81 ટકા ડેમ ભરાયા છે.

 

Published On - 10:11 pm, Tue, 23 August 22

Next Article