Hazira Diu Cruise Service: સુરતીઓ માટે ગુડ ન્યૂઝ, હજીરા-દીવ વચ્ચે ક્રુઝ સેવાનો પ્રારંભ, જાણો ભાડુ અને કેટલો લાગશે સમય

|

Mar 31, 2021 | 10:29 AM

Hazira Diu Cruise Service: હજીરા-ઘોઘા વચ્ચે રો-પેક્સ ફેરીની સફળતા બાદ કેન્દ્ર સરકાર ગુજરાતને ક્રુઝ સેવાની ભેટ ધરવા જઇ રહી છે. હજીરા-ઘોઘા બાદ હવે હજીરા-દીવ વચ્ચે ક્રુઝ સેવાનો પ્રારંભ થશે. કેન્દ્રીયપ્રધાન મનસુખ માંડવિયા આજે નવી ક્રુઝ સેવાનુ ઇ-લોકાર્પણ કરીને સેવાનો પ્રારંભ કરાવશે.

Hazira Diu Cruise Service: હજીરા-ઘોઘા વચ્ચે રો-પેક્સ ફેરીની સફળતા બાદ કેન્દ્ર સરકાર ગુજરાતને ક્રુઝ સેવાની ભેટ ધરવા જઇ રહી છે. હજીરા-ઘોઘા બાદ હવે હજીરા-દીવ વચ્ચે ક્રુઝ સેવાનો પ્રારંભ થશે. કેન્દ્રીયપ્રધાન મનસુખ માંડવિયા આજે નવી ક્રુઝ સેવાનુ ઇ-લોકાર્પણ કરીને સેવાનો પ્રારંભ કરાવશે.ક્રુઝ સેવાના રૂટ અને સમયની વાત કરીએ તો દર સોમવાર અને બુધવારે એટલે કે સપ્તાહમાં બે વાર ક્રુઝ હજીરાથી દીવની ટ્રીપ લગાવશે જે બીજા દિવસે દીવ પહોંચશે.

 

હજીરાથી દીવ વચ્ચેની મુસાફરીમાં 13 થી 14 કલાકનો સમય લાગશે તો બીજા દિવસે દીવ પહોંચ્યા બાદ સપ્તાહમાં બે વાર એટલે કે મંગળવાર અને ગુરૂવારે ક્રુઝ પરત ફરશે ક્રુઝની સેવાનો લાભ લેવા માટે મુસાફરોએ વ્યક્તિ દીઠ રૂપિયા 900નું ભાડુ ચૂકવવાનું રહેશે.વિશેષતાની જો વાત કરીએ તો 300 મુસાફરોની ક્ષમતા ધાવતા ક્રુઝમાં 16 કેબીન હશે જે સપ્તાહમાં દીવની બે રાઉન્ડ ટ્રીપ લગાવશે તો ક્રુઝ ગેમિંગ ઝોન, VIP લોન્જ, મનોરંજન ઓન ડેક જેવી આધૂનિક સુવિધાઓથી સજ્જ હશે.

મહત્વપૂર્ણ છે કે 4 માસ અગાઉ વડાપ્રધાન મોદીએ હજીરા-ઘોઘા રો-પેક્સ સેવાની શરૂઆત કરાવી હતી જેમાં માત્ર 4 માસમાં 1 લાખ લોકોએ મુસાફરીનો લાભ લીધો છે ત્યારે હજીરા-ઘોઘા વચ્ચે રો-પેક્સ ફેરીની સુવિધા બાદ હવે ગુજરાતીઓને કેન્દ્ર સરકાર તરફથી વધુ એક ભેટ મળશે.

જણાવવું રહ્યું કે  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 8 નવેમ્બરે સુરતના હજીરા બંદરેથી ભાવનગરના ઘોઘા બંદર માટે રો-પેક્સ ફેરી સેવાનો શુભારંભ કરાવ્યો હતો અને નવનિર્મિત રોરો ટર્મિનલ પોર્ટનું વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું હતું. સુરતમાં વસતા સૌરાષ્ટ્રના લોકો માટે પ્રધાનમંત્રી તરફથી દિવાળીની ભેટ આપવામાં આવી હતી. સુરતથી સૌરાષ્ટ્ર જવા માટે 10થી 12 કલાકની માર્ગ મુસાફરી કરવી પડતી હતી જે  રો-પેક્સ સેવાને કારણે આ મુસાફરી માત્ર 4 કલાકની થઇ ગઈ છે.

સૌરાષ્ટ્રના લાખો લોકો વર્ષોથી ધંધાર્થે સુરત સ્થાયી થયા છે. જો કે પોતાના મૂળ વ્યવસાય ખેતી અને માદરે વતનને કયારેય ભૂલી શક્યા નથી. સારા-નરસા પ્રસંગોએ સુરતથી સૌરાષ્ટ્ર જવા માટે 10થી 12 કલાકની માર્ગ મુસાફરી કરવી પડે છે. રો-પેક્સ સેવાને કારણે આ મુસાફરી માત્ર 4 કલાકની થઇ ગઈ વળી, લોકો પોતાની સાથે મોટર સાઈકલ કે કાર પણ ગામડે લઇ જઈ શકે છે જે પહેલા સંભવ નહોતું અથવા તો ખર્ચાળ અને સમય માંગી લેનારું હતું. આમ આ સેવા સૌરાષ્ટ્રના લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ હતી.

હવે સુરતીઓ માટે સારા સમાચાર આવ્યા છે અને જે મુજબ હજીરા – દિવ વચ્ચે શરૂ થયેલી ક્રુઝ સેવાથી પર્યટન સહિત બે શહેર વચ્ચેનું કનેક્શન અને બોન્ડીંગમાં પણ વધારો થશે.

Next Video