Hardik Patel Resign: હાર્દિક પટેલનું કોંગ્રેસમાંથી રાજીનામુ, કોંગ્રેસના તમામ હોદ્દાઓ પરથી હાર્દિકનું રાજીનામુ

|

May 18, 2022 | 1:24 PM

હાર્દિક પટેલે કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યુ છે. કોંગ્રેસના તમામ હોદ્દાઓ પરથી હાર્દિકે રાજીનામુ આપ્યુ છે.

Hardik Patel Resign: હાર્દિક પટેલનું કોંગ્રેસમાંથી રાજીનામુ, કોંગ્રેસના તમામ હોદ્દાઓ પરથી હાર્દિકનું રાજીનામુ
Hardik patel resignation

Follow us on

છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસથી (Congress)  નારાજ ચાલતા હાર્દિક પટેલે (Hardik patel)  અંતે કોંગ્રેસમાં રાજીનામું આપ્યુ છે. હાર્દિક પટેલે કોંગ્રેસના તમામ હોદ્દાઓ પરથી રાજીનામુ આપી દીધુ છે. હાર્દિક પટેલે પોતાના ટ્વીટર અકાઉન્ટ પર રાજીનામાનો (Resign) પત્ર શેર કર્યો છે. હાર્દિક પટેલે કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું કેમ આપે છે તેના કારણો આ પત્રમાં જણાવ્યા છે. હાર્દિક પટેલે ટ્વીટર પર રાજીનામાના પત્ર સાથે લખ્યુ છે કે ”આજે હું હિંમતપૂર્વક કોંગ્રેસ પાર્ટીના હોદ્દા અને પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપું છું. મને ખાતરી છે કે મારા નિર્ણયને મારા તમામ સાથીદારો અને ગુજરાતના લોકો આવકારશે. મને વિશ્વાસ છે કે મારા આ પગલા પછી હું ભવિષ્યમાં ગુજરાત માટે ખરેખર હકારાત્મક રીતે કામ કરી શકીશ.”

આ પહેલા ટ્વીટર પરથી હટાવ્યો હતો પોતાનો હોદ્દો

હાર્દિક પટેલની કોંગ્રેસ પ્રત્યે નારાજગીના સૂર ઘણા સમયથી સાંભળવા મળી રહ્યા છે. આ પહેલા હાર્દિક પટેલના ટ્વીટર હેન્ડલ પર એક આંખે ઉડીને વળગે તેવી વાત સામે આવી હતી. હાર્દિક પટેલે તેમના ટ્વીટર હેન્ડલ પરથી ‘કાર્યકારી અધ્યક્ષ, ગુજરાત કોંગ્રેસ’ હટાવ્યું હતુ. આ લખાણ કયા કારણને લઇને હટાવાયુ હતુ તે એક ચર્ચાનો વિષય બન્યો હતો. હાર્દિક પટેલના ટ્વીટર હેન્ડલ પરથી હટેલુ ‘કાર્યકારી અધ્યક્ષ, ગુજરાત કોંગ્રેસ’નું લખાણ તેમની કોંગ્રેસ તરફની નારાજગીને સૂચવી રહ્યુ હોય તેવુ લાગી રહ્યુ હતુ.

હાર્દિક ઘણા સમયથી ઠાલવી રહ્યો હતો કોંગ્રેસ પ્રત્યે નારાજગી

હાર્દિક પટેલે છેલ્લા ઘણા સમયથી  કોંગ્રેસના નેતૃત્વને લઇને સવાલો ઉઠાવેલા. હાર્દિક પટેલે અનેક વાર મીડિયા સમક્ષ કોંગ્રેસથી નારાજગી હોવાનું પણ જણાવ્યુ છે. હાર્દિક પટેલે મીડિયા સમક્ષ વારંવાર ગુજરાત કોંગ્રેસને લઇને અનેક સવાલો ઉઠાવેલા છે. જો કે આખરે આજે હાર્દિક પટેલે આ તમામ નારાજગી રાજીનામાના પત્ર થકી ઠાલવી હતી.

કોંગ્રેસના નેતાઓએ આ નિવેદન આપ્યુ હતુ

જો કે અત્યાર સુધી ગુજરાત કોંગ્રેસ નેતાઓ તરફથી તેના કોઇ જવાબો આપવામાં આવતા ન હતા. જો કે હવે ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ મૌન તોડ્યુ છે. રઘુ શર્માએ જણાવ્યુ કે, હાર્દિક પટેલે પક્ષની શિસ્તમાં રહીને કામ કરવું જોઇએ. હાર્દિકે પક્ષની શિસ્ત ન તોડવી જોઇએ. ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ હાર્દિક પટેલને ચીમકી ઉચ્ચારી અને કહ્યું કે હાર્દિક પક્ષની શિસ્તમાં રહીને પોતાની વાત રજૂ કરે. નિયમમાં રહીને હાર્દિકે કામ કરવું જોઇએ. મીડિયામાં નિવેદનબાજી હાર્દિકે બંધ કરવી જોઇએ. પાર્ટીમાં રહીને મીડિયામાં પાર્ટી વિરુદ્ધ બોલવું યોગ્ય નથી. હાર્દિક પટેલ એક ક્ષમતાવાન યુવાન છે. પરંતુ પાર્ટીના નિયમ દરેક માટે સમાન છે. પાર્ટીથી કોઇ મોટું નથી.

Published On - 10:33 am, Wed, 18 May 22

Next Article