
ભારતના ચૂંટણી પંચ (ECI) દ્વારા લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, 1950ની કલમ 21 હેઠળ તા. 01-01-2027ની લાયકાતની તારીખના આધારે તા.15 મી ઓકટોબર,2026ના રોજ ગુજરાત સહિત દેશના 17 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો (આંદામાન અને નિકોબાર, અસમ, બિહાર, છત્તીસગઢ, ગોવા, કેરળ, લક્ષદ્વીપ, મધ્યપ્રદેશ, મણિપુર, પુડુચેરી, પંજાબ, રાજસ્થાન, તામિલનાડુ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળ) માટે ‘ખાસ સંક્ષિપ્ત સુધારણા’ (Special Summary Revision – SSR) કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો. ભારતના ચૂંટણી પંચ દ્વારા ગુજરાત માટે SSRના કાર્યક્રમમાં સુધારો કરવામાં આવ્યો છે.
નવા સુધારેલ કાર્યક્રમ પ્રમાણે હવે SSRનું શિડ્યુલ (SSR Schedule): આ પ્રમાણે રહેશે.
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ તા. 01 જાન્યુઆરી, 2027 ના રોજ 18 વર્ષ પૂર્ણ કરનાર તમામ લાયકાત ધરાવતા નાગરિકોના નામ નોંધવા તેમજ તે પછીની ત્રણ લાયકાતની તારીખો (1 એપ્રિલ, 1જુલાઈ અને 1 ઓક્ટોબર, 2027) ના સંદર્ભમાં પણ અગાઉથી અરજીઓ મેળવવાનો છે.
મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરી, ગુજરાત દ્વારા રાજ્યના તમામ લાયક નાગરિકો અને ખાસ કરીને પ્રથમ વખત મતદાર બનતા યુવાનોને નિયત સમયગાળા દરમિયાન પોતાના નામ નોંધાવવા અથવા સુધારા કરાવવા અનુરોધ કરવામાં આવે છે.