3 જૂનના મહત્વના સમાચાર : રાજ્યમાં વરસાદને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખે ઉત્તર, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વાવાઝોડાની શક્યતા
આજે 3 June 2024ને સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…
રાજ્યના હવામાન અને વરસાદની આગાહીને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે રાજ્યમાં 6 જૂને રોહિણી નક્ષત્રનો વરસાદ થવાની સંભાવના છે. ઉત્તર મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વાવાઝોડાની શક્યતા છે. રાજ્યમાં 40 કિલોમીટરની ઝડપે પવન ફુંકાઈ શકે છે.
Published On - 7:24 am, Mon, 3 June 24