ગરમીને (Heat) લઈ થોડા રાહતના સમાચાર સામે આવ્યા છે. જી હા હવે ગુજરાતવાસીઓએ (Gujarat) વધુ ગરમીનો સામનો નહીં કરવો પડે. કારણકે હવામાં ભેજ વધતા તાપમાનનો પારો નીચે જશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાં ભેજ વધતા ગરમીના તાપમાનમાં આંશિક રાહત મળશે અને ગરમીમાં સામાન્ય ઘટાડો થયો છે તેવું હવામાન વિભાગનું કહેવું છે. ગુજરાતમાં સતત બે દિવસથી હીટવેવનો (Heatwave) અનુભવ કરી રહેલા લોકોને આગામી પાંચ દિવસ રાહત મળશે તેવી આગાહી હવામાન(IMD) વિભાગે કરી છે.
ગુજરાતમાં (Gujarat) રવિવારે મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 38 ડિગ્રી થી 42 ડિગ્રી સુધી રહ્યો હતો. જેમાં રાજકોટમાં સૌથી વધારે ગરમી 42. 2 ડિગ્રી નોંધાયું છે. જ્યારે વેરાવળમાં સૌથી ઓછું 38. 2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે અમદાવાદ (Ahmedabad) માં 41. 2 ડિગ્રી, વડોદરા 39. 6 ડિગ્રી, ભુજ 40. 2 ડિગ્રી, ભાવનગર 38. 2, ગાંધીનગર 40. 0 ડિગ્રી, રાજકોટ 42. 4 ડિગ્રી, જુનાગઢ 41. 7 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તેમજ હવામાન વિભાગની આગાહી મુજબ 10 થી 15 એપ્રિલ સુધી તાપમાનમાં કોઇ ફેરફાર થવાની શકયતા નથી. તેમજ ગરમીમાં પણ ઘટાડો થવાની શક્યતા છે. તેમજ તાપમાન 40 ડિગ્રીની આસપાસ સ્થિર રહે તેવી શક્યતા છે.
અરબી સમુદ્ર તરફથી પવન ફૂંકાતા ભેજનું પ્રમાણ વધ્યું હોવાથી લોકોને ગરમીમાં વધુ નહીં શેકાવું પડે. આગામી ત્રણ દિવસ તાપમાન યથાવત્ રહેશે. કેટલાક શહેરોમાં 41 ડીગ્રી આસપાસ તાપમાન રહેવાની શકયતા છે. જયારે ત્રણ દિવસ બાદ 2 ડિગ્રી જેટલું તાપમાન વધવાની હવામાન વિભાગે આગાહી કરી છે.
બીજી તરફ ગુજરાતમાં ઉનાળાને કારણે ગરમ પવન ફુંકાતો રહેશે. ત્યારે હવામાન વિભાગે લોકોને બપોરના 12થી 4 દરમિયાન કામ વગક ઘર બહાર ના નિકળવાની અપીલ કરવામાં આવી છે. તો શરીરને સનસ્ટ્રોક અને ડીહાઈડ્રેશનથી બચાવવા ભરપૂર માત્રામાં લીંબુપાણી પીવાના સુચન કરાયા છે. તો બીજી તરફ હિટવેવની આગાહીને પગલે લોકોને કામ વગર બહાર ન નીકળવા માટે પણ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.
આ પણ વાંચો- દહેજની ૐ ઓર્ગેનિક્સ કંપનીના પ્લાન્ટમાં ધડાકો થયો, 5 કામદારોના મોત નિપજ્યા
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો