હવામાન વિભાગની આગાહી અનુસાર આજે વાદળછાયુ વાતાવરણ રહે તેવી સંભાવના છે. તેમજ રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધે તેવી સંભાવના છે. રાજ્યના તાપમાનમાં 2 ડિગ્રી આસપાસ વધારો થાય તેવી સંભાવના છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમદાવાદ, સુરત અને પાલનપુરમાં 35 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.
વડોદરામાં 34 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. ભાવનગરમાં 35 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. પોરબંદરમાં 32 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. રાજકોટમાં 33ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદમાં 34 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. વડોદરામાં 34 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. આ ઉપરાંત રાજકોટમાં 30 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. ભાવનગરમાં 32 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. પોરબંદરમાં 28 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. વલસાડમાં 28 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. બીજી તરફ સુરતમાં 30 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે.
બીજી તરફ હવામાન વિભાગની કાળઝાળ ગરમીની આગાહી વચ્ચે રાજ્યના અનેક શહેરના વાતાવરણમાં પલટો આવ્યો છે. જેમાં તાપી, વલસાડ, નવસારી છોટા ઉદેપુર અને ભાવનગરમાં માવઠું પડ્યુ છે. વરસાદ પડતા કેરી પકવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. બીજી તરફ ગરમીથી આંશિક રાહત મળી શકે છે.
વલસાડ જિલ્લામાં વહેલી સવારે વાતાવરણમાં આવ્યો પલટો છે. વલસાડ શહેર સહિત આજુબાજુના વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો છે. વરસાદના કારણે સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઇ છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. કમોસમી વરસાદથી કેરીના પાકમાં મોટું નુકસાન થવાની ભીતિ છે.