ગુજરાતની અનોખી ગ્રામ પંચાયત, સતત સાતમી વાર સમરસ થઈ, જાણો વિગતે 

|

Dec 05, 2021 | 6:02 PM

મોરબીના ચમનપર ગામમાં આઝાદી થી લઈને અત્યાર સુધીમાં એક પણ વખત ગ્રામ પંચાયતની ચૂંટણી થઇ નથી તેમજ સમરસ યોજના જાહેર થઈ ત્યારથી અત્યાર સુધી ક્યારેય પણ ગ્રામ પંચાયતની ચૂંટણી થયેલ નથી

ગુજરાતની અનોખી ગ્રામ પંચાયત, સતત સાતમી વાર સમરસ થઈ, જાણો વિગતે 
Gram Panchayat

Follow us on

ગુજરાત(Gujarat) રાજ્યની ગ્રામ પંચાયતની(Gram Panchyat)  ચૂંટણી(Election) થવાની છે ત્યારે મોરબી(Morbi)  જિલ્લાની હાલ ગ્રામ પંચાયતોની ચૂંટણીઓના ફોર્મ ભરવાની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. ગુજરાત રાજ્યના શ્રમ અને રોજગાર, પંચાયત, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણના રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાના માળીયા તાલુકાનું ચમનપર ગામ(Chamanpar Village)  સાતમી વખત સમરસ થયું છે.

આ ગામમાં ક્યારેય ચુંટણી થઈ નથી. સરકાર દ્વારા સમરસ ગામ ને પ્રોત્સાહન આપવાની જ્યારથી જાહેરાત કરવામાં આવી છે ત્યાર થી આ ગામ સમરસ થઇ પંચાયત બનાવતું આવ્યું છે. સમરસ થવા પાછળ નું કારણ શું છે અને સમરસ થવા થી ગામનો વિકાસ કેવો થાય છે તે  અંગે વિગતવાર  જાણીએ ..

ચમનપર ગામ માં આઝાદી થી લઈને અત્યાર સુધીમાં એક પણ વખત ગ્રામ પંચાયતની ચૂંટણી થઇ નથી તેમજ સમરસ યોજના જાહેર થઈ ત્યારથી અત્યાર સુધી ક્યારેય પણ ગ્રામ પંચાયતની ચૂંટણી થયેલ નથી એટલે કે ૧૯૯૨ થી ચમનપર ગામ સમરસ ગ્રામ પંચાયત બનતી આવી છે.

કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી

આ વખતે પણ મંત્રી બ્રિજેશભાઈ મેરજા તેમજ ગ્રામજનોના સહિયારા પ્રયાસથી ચમનપર ગામ સાતમી વખત સમરસ બની છે. ગામના તમામ લોકોએ સર્વાનુમતે સરપંચ તરીકે શિતલબેન જયેશભાઈ ચારોલાની વરણી કરી છે. ચમનપરના વતની અને રાજ્યના મંત્રી બ્રિજેશભાઈ મેરજા એ પોતાનું ગામ સમરસ થતા હર્ષની લાગણી અનુભવી હતી.

ચમનપર ગામ વર્ષો થી સહિયારા પ્રયાસથી વિકાસ કરતુ આવ્યું છે. ચમનપર ગામના વિકાસના કામો અંગે વાત કરીએ તો સીસી રોડના કામો, સંરક્ષણ દિલાવના કામો, ભુગર્ભ ગટરના કામો, પંચાયત ઘર રીપેરીંગ, પ્રાથમિક શાળામાં પેવરબ્લોક કામો સહિત છેલ્લા ત્રણ વર્ષમાં ૨૪.૪૯ લાખથી વધુના કામો થયેલ છે. ગામમાં લાઈટ, પાણી અને રસ્તાઓ ના કામથી ગ્રામજનો ખુશ છે અને તમામ રહીશો ને વિશ્વાસ છે કે ગામમાં આવો ને આવો સંપ રહેશે અને તેના કારણે જ ગામનો વિકાસ થઇ રહ્યો છે.

મંત્રી બ્રિજેશભાઈ મેરજાનું વતન ચમનપર ફરી એકવાર સમરસ ગ્રામ પંચાયત જાહેર થયું છે. જ્યારથી સમરસ ગ્રામ યોજના શરૂ થઈ ત્યારથી સતત સમરસ ગ્રામ બની ચમનપર પંચાયતે નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે. આ ગામમાં ગ્રામ પંચાયત ચુંટણી ને લઈને ક્યારેય કોઈ વિવાદ થયો નથી. ગામમાં રહેતા તમામ પરિવારો હળીમળી ને ગ્રામ પંચાયત સમરસ થાય તે માટે નિર્ણય લે છે અને ગામના વિકાસમાં સહિયારો સહયોગ કરે છે.

ચમનપર ગામમાં કુલ ૨૪૯ મતદારો છે જેમાંથી ૧૨૭ પુરુષ અને ૧૨૨ મહિલા મતદારો છે. ગામના વિકાસની વાત આવે ત્યારે તમામ ગ્રામજનો એક થઇ વિકાસના કામો માટે આગળ આવે છે. ગ્રામજનો ને તો બેવડો આનંદ છે એક તો તેમના ગામના વાતની અને પનોતા પુત્ર બ્રિજેશભાઈ મેરજા રાજ્યમાં મંત્રી છે અને બીજો આનંદ એ વાતનો છે કે તેઓ પંચાયત મંત્રી છે એટલે તેમને પૂરો ભરોષો છે કે ગામમાં જરૂરી સુવિધાઓ માટે તેઓ જરૂર પડે  ગ્રાન્ટ આપી ગામનો વધુ વિકાસ કરશે.

આ પણ  વાંચો: જામનગરના મેયરે કહ્યું શહેરમાં કોરોના ગાઈડલાઇનનો કડકાઈથી અમલ કરાશે

આ પણ વાંચો:  ગુજરાતમાં ઓમીક્રોનની એન્ટ્રી બાદ રાજ્ય સરકાર સતર્ક, કરી આ વ્યવસ્થા

 

Next Article