Gandhinagar : કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની ગુજરાત મુલાકાતનો આજે અંતિમ દિવસ, વિવિધ વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ
Union Home Minister Amit Shah's Visit to Gandhinagar

Gandhinagar : કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની ગુજરાત મુલાકાતનો આજે અંતિમ દિવસ, વિવિધ વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ

| Edited By: | Updated on: Jul 12, 2021 | 2:36 PM

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગુજરાત પ્રવાસનો આજે અંતિમ દિવસ છે. ત્યારે આજે કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા ગાંધીનગર લોકસભાના વિવિધ વિકાસલક્ષી કાર્યોનું ખાતમુર્હત અને લોકાર્પણ કરવામાં આવશે.

કેન્દ્રીય ગૃહ પ્રધાન (Union Home Minister) અમિત શાહના ત્રણ દિવસના ગુજરાત પ્રવાસનો આજે અંતિમ દિવસ છે. અમિત શાહ દ્વારા આજે ગાંધીનગર લોકસભાના વિવિધ વિકાસલક્ષી કાર્યક્રમોનું લોકાર્પણ અને ખાતમુર્હત કરવામાં આવશે.

ગાંધીનગરના નાર્દીપુર તળાવનું (Nardipur Lake) એક કરોડના ખર્ચ બ્યુટીફીકેશન (Beautification) કરવામાં આવશે. ઉપરાંત અન્ય 21 કરોડના વિવિધ વિકાસલક્ષી કાર્યોનું ખાતમુર્હત હાથ ધરવામાં આવશે.

અમિત શાહે, રવિવારે અમદાવાદ (Ahmedabad) અને બાવળામાં અનેક વિકાસલક્ષી પ્રોજેક્ટને (Development Project) ખુલ્લા મુક્યા હતા. અમિત શાહે જણાવ્યું હતું કે, ગુજરાતનો વિકાસ હંમેશા વણથંભ્યો રહેશે અને આવનારા 30 વર્ષ સુધી પાણીની સમસ્યા ન રહે તે માટે એક પ્રોજેક્ટની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

ગાંધીનગર પહોંચેલા ગુહ પ્રધાનનું (Home Minister) આગેવાનો દ્વારા કોરોના પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને સ્વાગત કરવામાં આવ્યું હતું. નાર્દીપુર તળાવનું ખાતમુર્હત કરીને અમિત શાહે જણાવ્યું હતું કે, તળાવના કારણે ખેડૂતોને પાણીની સમસ્યા દુર થશે.

 

આ પણ વાંચો :Rathyatra 2021: સુરતમાં સતત બીજા વર્ષે પણ ભગવાન જગન્નાથજીની રથયાત્રા મંદિર પરિસરમાં જ ફરશે

આ પણ વાંચો : Surat : શહેરના પાલ-ઉમરા બ્રિજના નામને લઈને બે જુથ આમને સામને, ચોર્યાસી માંહ્યવંશી સમાજે ધરણાની આપી ચીમકી, જાણો સમગ્ર વિગત