રાજયમાં 17 વર્ષનો રેકોર્ડ તોડશે ગરમી, 46 ડીગ્રીની પાર જઈ શકે છે પારો

|

Apr 25, 2019 | 6:38 AM

ગુજરાતમાં ફરી એકવાર ગરમીનો પ્રકોપ શરૂ થઇ ગયો છે. એપ્રિલ મહિનો પૂર્ણ થવા આવ્યો છે, ત્યારે ગરમીએ પોતાનું અસલી રૂપ દેખાડી દીધુ છે. સૌથી વધુ તાપમાન હાલ અમરેલીમાં નોંધાયુ છે. અમરેલીમાં ગરમીનો પારો 43.5 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. ત્યારે સુરેન્દ્રનગરમાં ગરમીનું તાપમાન 42 ડિગ્રી નોંધાયું હતુ. અમદાવાદમાં 41.9 ડિગ્રી, ગાંધીનગરમાં 41.8 ડિગ્રી તાપમાન નોંધાયું […]

રાજયમાં 17 વર્ષનો રેકોર્ડ તોડશે ગરમી, 46 ડીગ્રીની પાર જઈ શકે છે પારો

Follow us on

ગુજરાતમાં ફરી એકવાર ગરમીનો પ્રકોપ શરૂ થઇ ગયો છે. એપ્રિલ મહિનો પૂર્ણ થવા આવ્યો છે, ત્યારે ગરમીએ પોતાનું અસલી રૂપ દેખાડી દીધુ છે.

સૌથી વધુ તાપમાન હાલ અમરેલીમાં નોંધાયુ છે. અમરેલીમાં ગરમીનો પારો 43.5 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. ત્યારે સુરેન્દ્રનગરમાં ગરમીનું તાપમાન 42 ડિગ્રી નોંધાયું હતુ. અમદાવાદમાં 41.9 ડિગ્રી, ગાંધીનગરમાં 41.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

TV9 Gujarati

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ

ત્યારે રાજકોટમાં 41.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અન્ય વિસ્તારોમાં વલ્લભ વિદ્યાનગરમાં 40.2, વડોદરામાં 40.6 તાપમાન સામે આવ્યું છે. મહત્વનું છે કે ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આજથી 28 એપ્રિલ સુધી ભારે ગરમી પડવાની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં 26થી 28 એપ્રિલ દરમિયાન ગરમ પવનો ફૂંકાશે. ત્યારે અમદાવાદમાં ભારે ગરમીના કારણે હવામાન વિભાગે ઓરેન્જ અલર્ટ જાહેર કર્યું છે. આગાહી મુજબ આગામી 26મી તારીખ માટે અમદાવાદ શહેરમાં રેડ અલર્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. તાપમાનનો પારો 46 ડિગ્રી સુધી પહોંચવાની પણ આગહી કરી છે.

હવામાન વિભાગે આવનારા 5 દિવસમાં રાજ્યમાં તાપમાનનો પારો 43થી 46 ડિગ્રી સુધી પહોંચી શકે છે એવી ચેતવણી આપી છે. એપ્રિલ મહિનામાં આ અગાઉ 2002માં પારો 45 ડિગ્રીએ આંબી ગયો હતો એટલે કે આ વખતે એપ્રિલની ગરમી 17 વર્ષનો રેકોર્ડ તોડી શકે છે.

અમદાવાદમાં સૌથી વધારે ખરાબ સ્થિતિ સર્જાય તેમ છે. ગુરુવારે અમદાવાદમાં ઑરેન્જ અને શનિ-રવિવારે રેડ એલર્ટની ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગે બપોરે જરૂરી કામ સિવાય બહાર નહીં નીકળવાની સલાહ આપી છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article