Gujarat : રાજ્યમાં ધોરણ 9 અને 11 માટે શાળાઓ શરૂ કરવા અંગે ટૂંક સમયમાં જ સરકાર નિર્ણય લઈ લેશે. સરકાર હકારાત્મક દ્રષ્ટીકોણથી શાળાઓ ખોલવા અંગેનો વિચાર કરી રહી છે. તેવામાં હવે આગામી કેબિનેટની બેઠકમાં ધોરણ 9 અને 11 માટે શાળાઓ ખોલવા અંગે નિર્ણય લેવાઈ શકે છે. શિક્ષણપ્રધાને કહ્યું કે ધોરણ 9 અને 11ના વર્ગો શરૂ કરવા બાબતે 27 જાન્યુઆરીએ મળનારી કેબિનેટની બેઠકમાં ચર્ચા થવાની છે. ચર્ચા બાદ શાળાઓ ક્યારે ખોલવી તે અંગે નિર્ણય લેવાશે. તેમણે કહ્યું કે ધોરણ 10 અને 12 માટે શાળાઓ શરૂ થઈ છે. જેમાં 55થી 60 ટકા હાજરી જોવા મળી છે. વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષકો ઉત્સાહિત છે. તો બીજીતરફ તેમણે ઉનાળું વેકેશન પણ ટૂંકુ હશે તેવા સંકેત આપ્યા છે.
Published On - 12:45 pm, Sat, 23 January 21