Gujarat : કોરોના સંક્રમણ ઓછું થતા સ્કૂલો શરૂ કરવાની સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ અને પ્રાથમિક શિક્ષક સંઘની માંગ

|

Jul 19, 2021 | 12:42 PM

સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ (self-governing school)ની માંગ છે કે રાજ્યમાં ધોરણ 9 થી 12ની શાળાઓ શરૂ કરવામાં આવે. પ્રાથમિક શિક્ષક સંઘે પણ માંગણી કરી છે કે રાજ્યમાં ધોરણ 6 થી 8ની પ્રાથમિક શાળાઓ શરૂ કરવામાં આવે.

Gujarat : રાજ્યમાં કોરોના વાયરસ (corona virus) ના કેસો ઘટતા અને કોરોના સંક્રમણ ઓછું થતા હવે શાળાઓ શરૂ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા શાળાઓ શરૂ કરવા આવેદનપત્ર આપવામાં આવશે. સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ (self-governing school)ની માંગ છે કે રાજ્યમાં ધોરણ 9 થી 12ની શાળાઓ શરૂ કરવામાં આવે. તો બીજી બાજુ આ જ મુદ્દે પ્રાથમિક શિક્ષક સંઘ (primary teacher’s union)પણ આગળ આવ્યું છે. પ્રાથમિક શિક્ષક સંઘે પણ માંગણી કરી છે કે રાજ્યમાં ધોરણ 6 થી 8ની પ્રાથમિક શાળાઓ શરૂ કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસના પ્રકોપ વચ્ચે વિદ્યાર્થીઓ કોરોના સંક્રમણનો ભોગ ન બને તે માટે રાજ્ય સરકારે શાળાઓમાં શિક્ષણકાર્ય બંધ કરી ઓનલાઈન શિક્ષણ (online education) જેવા વિકલ્પો પર ભાર મુક્યો હતો.

Next Video