Gujarat : અલૌકિક ખગોળીય ઘટના, સાંજે આકાશમાં ચમકતો અવકાશીય પદાર્થ નજરે પડયો

|

Apr 02, 2022 | 10:47 PM

સાંજના પોણા આઠ કલાકની આસપાસ અગન ગોળા સ્વરૂપે ભેદી અવકાશીય પદાર્થ રોકેટ ગતિએ પસાર થતો જોવા મળ્યો. ગુજરાતના મોટાભાગના તમામ શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં આ નજારો લોકોએ નિહાળ્યો હતો.

આજે ગુજરાતભરમાં (Gujarat )આકાશમાં (Space)એક અલૌકિક નજારો (Astronomical Event)નજરે પડયો હતો. સાંજના પોણા આઠ કલાકની આસપાસ અગન ગોળા સ્વરૂપે ભેદી અવકાશીય પદાર્થ રોકેટ ગતિએ પસાર થતો જોવા મળ્યો. ગુજરાતના મોટાભાગના તમામ શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં આ નજારો લોકોએ નિહાળ્યો હતો. સોશિયલ મીડિયામાં આ ઘટનાના વિડિયો લોકોએ વાયરલ કર્યા છે. અચાનક બનેલી આ અવકાશીય ઘટનાને લઇને અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. અવકાશીય પદાર્થ ઉલ્કા,ખરતો તારો કે અન્ય કોઈ પદાર્થ છે હજુ સ્પષ્ટ થયું નથી. લોકોનું કહેવું છેકે આશરે 40થી 45 મિનિટ સુધી આ અવકાશીય ઘટના જોવા મળી છે.

પહેલી નજરે આકાશમાંથી ઉલ્કાપિંડ અથવા તો કોઇ મોટો તારો ખર્યો હોવાનો ભાસ થતો હતો. અને, આ પદાર્થ ઝડપથી પૃથ્વી તરફ આવતો હોવાનો ભાસ થયો હોવાનું લોકોએ જણાવ્યું હતું. ગુજરાતના કચ્છ, મહેસાણા, પાટણ, ભરૂચ, સુરત, વડોદરા,  ડાંગ, મહુવા તથા પંચમહાલમાં આ ઘટના જોવા મળી હોવાના અહેવાલો સાંપડી રહ્યા છે. લોકોમાં વાયુવેગે આ સમાચાર ફેલાયા હતા અને આ કારણે લોકો પોતાના ઘરોની છત પર પણ જોવા મળ્યા હતા. બીજીતરફ આ અવકાશી પદાર્થ કોઈ અવકાશી કૃત્રિમ ઉપગ્રહનો કાટમાળ હોવાની વાત હોવાની ચર્ચાઓ થઇ રહી છે.

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, આ અવકાશી પદાર્થ સ્પેસ ડેબ્રી એટલે કે અવકાશી કૃત્રિમ ઉપગ્રહનો કાટમાળ હોવાની પ્રબળ શક્યતા છે.

 

આ પણ વાંચો :ભારત-ઓસ્ટ્રેલિયા વેપાર કરારને લઈને પીએમ નરેન્દ્ર મોદીનું નિવેદન, કહ્યુ- વિદ્યાર્થીઓ, વ્યાવસાયિકો અને પ્રવાસીઓની અવરજવર થશે સરળ

આ પણ વાંચો : Sri Lanka: કટોકટી જાહેર કર્યા પછી કોલંબોમાં દુકાનો ખુલી, રાષ્ટ્રપતિ રાજપક્ષે વિરોધ ન વધે તે માટે સેનાને રસ્તા પર ઉતારી

Published On - 9:42 pm, Sat, 2 April 22

Next Video