ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા કચ્છમાં મેગા લીગલ સેવા શિબિર યોજાઇ

ન્યાયમૂર્તિ ઉદય ઉમેશ લલિતેએ કહ્યું કે પાન ઈન્ડિયા કાનૂની જાગૃતિ અને આઉટરીચ ઝુંબેશ’નો ઉદ્દેશ્ય સામાન્ય માણસોમાં તેમના અધિકારો પ્રત્યે મહત્તમ જાગૃતિ ફેલાવવાનો છે

ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા કચ્છમાં મેગા લીગલ સેવા શિબિર યોજાઇ
Gujarat State Legal Services Authority organized a mega legal service camp in Kutch
| Edited By: | Updated on: Nov 01, 2021 | 11:05 PM

ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ(Gujarat legal Service Authority) દ્વારા જિલ્લા વહીવટીતંત્રના સહયોગથી, ગુજરાત રાજયના કચ્છ(Kutch) જિલ્લા ખાતે ‘પાન ઈન્ડિયા લીગલ અવેરનેસ અને આઉટરીચ ઝુંબેશ’ ના ભાગરૂપે, ‘મેગા કાનૂની સેવા શિબિર અને જાગૃતિ કાર્યક્રમનું  નું આયોજન કરવામાં આવ્યું હતું

આ પ્રસંગે ન્યાયાધીશ ઉદય ઉમેશ લલિતે જણાવ્યું હતું કે આઝાદીના 75 વર્ષ પછી જ્યારે દેશ “આઝાદી કા અમૃત મહોત્સવ” ઉજવી રહ્યો છે ત્યારે હજુ પણ આપણે સંપૂર્ણ લક્ષ્ય હાંસલ કરી શક્યા નથી કારણ કે હજારો અને લાખો નાગરિકો ગરીબી રેખા નીચે જીવી રહ્યા છે. હજુ પણ આપણી પાસે અસરકારક પ્રાથમિક શિક્ષણ વ્યવસ્થા નથી એ બાબત ઉપર ન્યાયમૂર્તિએ ભાર મૂક્યો અને ચિંતા વ્યક્ત કરી.

ન્યાયમૂર્તિએ કહ્યું કે પાન ઈન્ડિયા કાનૂની જાગૃતિ અને આઉટરીચ ઝુંબેશ’નો ઉદ્દેશ્ય સામાન્ય માણસોમાં તેમના અધિકારો પ્રત્યે મહત્તમ જાગૃતિ ફેલાવવાનો છે. ન્યાયમૂર્તિશ્રીએ એમ પણ કહ્યું કે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય (૧) ગરીબી નાબૂદી (૨) મહિલાઓનું સશક્તિકરણ અને (૩) માનસિક વિકલાંગોનો ઉત્થાન છે.

આ પ્રસંગે  જસ્ટીસ બેલા ત્રિવેદી, જજ, સુપ્રિમ કોર્ટ ઓફ ઈન્ડિયાએ પણ મેગા લીગલ સર્વિસીસ કેમ્પ અને જાગૃતિ કાર્યક્રમની ભવ્ય સફળતા માટે સંદેશ પાઠવ્યો હતો.

બાળકોમાં જાતીય ગુનાઓથી રક્ષણ અધિનિયમ (પૉક્સો એક્ટ) હેઠળ સજાપાત્ર ગુનાઓ અંગે સગીરોમાં જાગૃતિ લાવવા માટે, જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, કચ્છ-ભુજ દ્વારા પ્રકાશિત પુસ્તિકાનું માનનીય ન્યાયમૂર્તિશ્રી ઉદય ઉમેશ લલીત તથા અન્ય ન્યાયમૂર્તિશ્રીઓ દ્વારા અનાવરણ કરવામાં આવ્યું.

આ કાર્યક્રમ દરમિયાન ન્યાયમૂર્તિઓએ બાળકોને પોષણયુક્ત ખોરાકની કીટનું પણ વિતરણ કર્યું હતું અને જાતીય અપરાધોનો ભોગ બનેલાઓને વળતરના ચેકનું પણ વિતરણ કર્યું હતું. ન્યાયમૂર્તિએ ‘અગરિયા’ તરીકે ઓળખાતા મીઠાના ઉત્પાદનના કામમાં રોકાયેલા કચ્છ જિલ્લાના નબળા વર્ગને પણ ફૂડ કીટનું વિતરણ કર્યું.

આ મેગા લીગલ સર્વિસ કેમ્પમાં આશરે ૨,૦૦૦ લાભાર્થીઓને ડ્રાઇવિંગ લાયસન્સ, મા કાર્ડ, રેશન કાર્ડ, આરોગ્ય સંબંધિત સેવાઓ, પોસ્ટ સેવાઓ, બેંકિંગ સેવાઓ વગેરે જેવી વીસ સુવિધાઓ એક જ જગ્યાએ પૂરી પાડવામાં આવી હતી.

આ પ્રસંગે, ભુજ શહેરમાંથી મળી આવેલ માનસિક રીતે બીમાર એવી પાંચ વ્યક્તિઓને પેરા લીગલ વોલેન્ટીયર્સની પાંખ હેઠળ લેવામાં આવેલી અને તેમેને તેમના વતન મોકલવામાં આવી હતી અને તેમના પરિવાર સાથે પુનઃમિલનનું કરાવવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : ગુજરાતના આણંદ સ્થિત NDDB આગામી 5 વર્ષ માટે વારાણસી મિલ્ક યુનિયનનું સંચાલન કરશે

આ પણ વાંચો : નવસારીના ખેડૂતોને વડોદરા-મુંબઈ એક્સપ્રેસ હાઇવેના જમીન સંપાદનનું વળતર ચૂકવાયું