GUJARAT : અરબી સમુદ્રમાં ફૂંકાયેલા પવનથી માછીમારોને નુકસાન, રાજ્ય સરકારની સહાયની જાહેરાત

ખલાસીને હેક્ટર દીઠ રૂ.2000ની ઉચ્ચક સહાય આપવામાં આવશે. વાવાઝોડાને કારણે બોટ સહિતની સામગ્રીમાં થયેલા નુકસાનનું પણ વળતર આપવામાં આવશે. મહત્વનું છે કે તાઉતે વાવાઝોડા સમયે પણ રાજ્ય સરકાર દ્વારા માછીમારોને થયેલા નુકસાનીમાં સહાય આપવામાં આવી હતી. તે જ રીતે આ વખતે પણ સહાયની જાહેરાત કરાઇ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 07, 2021 | 6:52 PM

GUJARAT : અરબી સમુદ્રમાં ફૂંકાયેલા પવનને કારણે માછીમારોની બોટ અને સાધન સામગ્રીને નુકસાન થયું છે. ત્યારે રાજ્ય સરકારે માછીમારોને સહાયની જાહેરાત કરી છે. જેમાં કુલ 51 બોટ અને સાધનો સાથે 2.65 કરોડનું નુકસાન થયું છે. જેને રાજ્ય સરકાર વળતર આપશે.

ખલાસીને હેક્ટર દીઠ રૂ.2000ની ઉચ્ચક સહાય આપવામાં આવશે. વાવાઝોડાને કારણે બોટ સહિતની સામગ્રીમાં થયેલા નુકસાનનું પણ વળતર આપવામાં આવશે. મહત્વનું છે કે તાઉતે વાવાઝોડા સમયે પણ રાજ્ય સરકાર દ્વારા માછીમારોને થયેલા નુકસાનીમાં સહાય આપવામાં આવી હતી. તે જ રીતે આ વખતે પણ સહાયની જાહેરાત કરાઇ છે.

નવસારીના 5 સહિત 8 માછીમાર લાપતા

મુંબઈ માછીમારી કરવા ગયેલા નવસારીના 5 સહિત 8 કુલ માછીમાર લાપતા છે. 10 દિવસ પહેલાં જગવંદન નામની બોટનો સંપર્ક તૂટ્યો હતો. શોધખોળ કરવા છતાં ન બોટ ન મળતા બોટ માલિકે ફરિયાદ નોંધાવી છે. બીજી તરફ મધદરિયેથી બોટ લાપતા થતાં માછીમારોના પરિવારજનો ચિંતાતૂર બન્યા છે અને સરકાર પાસે મદદની ગુહાર લગાવી છે. ઉલ્લેખનીય છે કે, બોટનું અપહરણ થયું છે કે પછી બોટ ડૂબી ગઈ છે તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા નથી થઈ.

તમને જણાવી દઈએ કે 8 માછીમાર સાથે જગવંદન નામની બોટ અરબ સાગરમાં માછીમારી ગઈ હતી. જે 0 દિવસ પહેલા દરીયામાં ગુમ થઈ હોવાની માહિતી સામે આવી છે. બોટની શોધખોળ સ્થાનિક પોલીસ દ્વારા કરવામાં આવી હતી. તો સાથે જ એક અન્ય સ્થાનિક બોટ શોધખોળમાં લાગી હતી. પરંતુ 10 દિવસ બાદ પણ બોટની કોઈ માહિતી નથી મળી.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">