ગુજરાતમાં કોરોનાના કેસમાં સામાન્ય ઘટાડો, છેલ્લા 24 કલાકમાં 10,019 કેસ નોંધાયા

|

Jan 14, 2022 | 10:32 PM

ગુજરાતમાં 14 જાન્યુઆરીના રોજ કોરોનાના કેસમાં સામાન્ય ઘટાડો નોંધાયો છે. જેમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 10,019 કેસ નોંધાયા છે.

ગુજરાતમાં કોરોનાના કેસમાં સામાન્ય ઘટાડો, છેલ્લા 24 કલાકમાં 10,019 કેસ નોંધાયા
Gujarat Corona Update (File Image)

Follow us on

ગુજરાતમાં(Gujarat) 14 જાન્યુઆરીના રોજ કોરોનાના(Corona)  કેસમાં સામાન્ય ઘટાડો નોંધાયો છે. જેમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 10,019 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના લીધે બે લોકોના મોત થયા છે. ગુજરાતમાં સતત વધી રહેલા કોરોનાના કેસના પગલે રાજ્યના એક્ટિવ કેસની(Active Case)  સંખ્યામાં પણ વધારો થયો છે. જેમાં 14 જાન્યુઆરીના રોજ રાજયમાં કોરોનાના એક્ટિવ કેસ વધીને 55, 798 થયા છે.તેમજ 4831 દર્દી ડિસ્ચાર્જ થયા છે.અમદાવાદ શહેરમાં સૌથી વધુ 3,090 કેસ,સુરત કોર્પોરેશનમાં 2,986 કેસ નોંધાયા છે. જ્યારે વડોદરા કોર્પોરેશનમાં 1,274 કેસ,રાજકોટ કોર્પોરેશનમાં 296 કેસો નોંધાયા છે રાજ્યના અન્ય શહેરોની વાત કરીએ તો.સુરત ગ્રામ્યમાં 273, ભાવનગર કોર્પોરેશનમાં 225, વલસાડમાં 183, ગાંધીનગરમાં 142, નવસારીમાં 140, ભરૂચમાં 118, મહેસાણામાં 104, કચ્છમાં 101 કેસ સામે આવ્યા છે.વડોદરા ગ્રામ્યમાં 99, જામનગરમાં 79, રાજકોટ ગ્રામ્યમાં 77, અમદાવાદ ગ્રામ્યમાં 74, સાબરકાંઠામાં 70, ખેડામાં 69 કેસ નોંધાયા છે.

Gujarat Corona Update

જ્યારે આણંદમાં 65, પાટણમાં 65, ગાંધીનગર ગ્રામ્યમાં 38 નવા દર્દીઓ મળ્યા.બીજી તરફ રાજ્યમાં હાલ 55,798 એક્ટિવ કેસ.જેમાંથી 54 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 55,744 દર્દીની હાલત સ્થિર છે.રાજ્યમાં અત્યાર સુધીમાં 8.40 લાખથી વધુ લોકો કોરોના મુક્ત થયા છે અને રાજ્યમાં મોતનો આંક વધીને 10,144 પર પહોંચી ગયો છે.

તો અમદાવાદમાં કોરોનાના કેસમાં આંશિક ઘટાડો જોવા મળ્યો.અમદાવાદ શહેરમાં 3,090 કોરોનાના નવા કેસ નોંધાયા જ્યારે 2,297 દર્દીઓને સારવાર બાદ રજા આપવામાં આવી.જો અમદાવાદ જિલ્લાની વાત કરીએ તો 74 નવા કેસ સામે આવ્યા જ્યારે 45 કોરોના દર્દી સારવાર બાદ સ્વસ્થ પણ થયા.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

સુરત શહેર અને જિલ્લામાં પણ કોરોનાનો ગ્રાફ ચિંતાજનક રીતે વધી રહ્યો છે. સુરત શહેરમાં 2,986 નવા કેસ સામે આવ્યા.જ્યારે 930 દર્દીઓને સારવાર બાદ સ્વસ્થ થયા. સુરત જિલ્લામાં 273 નવા કેસ સામે આવ્યા. જ્યારે 78 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે.

ઉલ્લેખનીય છે કે, કોરોનાના વધતા કેસ વચ્ચે આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે સરકાર કોરોનાની તમામ પરિસ્થિતીઓ સામે લડત આપવા કરાયેલી તૈયારીની માહિતી આપી હતી.જેમાં તેમણે દવાઓ, હોસ્પિટલમાં બેડ, ઓક્સિજનની સુવિધા તથા રસીકરણ અંગેની માહિતી આપી હતી..તેમણે કહ્યું, રાજ્યમાં 50 હજાર જેટલા એક્ટિવ કેસ હોવા છતા હોસ્પિટલાઇઝેશન દર 2.50 ટકા અને ઓક્સિજનની જરૂરિયાતનો દર 0.39 જેટલો છે

ટેસ્ટિંગની વાત કરીએ તો રાજ્યમાં 138 ટેસ્ટીંગ લેબ કાર્યરત કરીને ટેસ્ટીંગ ફેસીલીટીને વધુ સુદ્રઢ બનાવવામાં આવી છે..આવનારા સમયમાં 40 સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલોમાં પણ ટેસ્ટીંગ લેબ કાર્યરત બનશે. આઇસોલેશનમાં રહેલા કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે સરાકર દ્વારા 600 જેટલા સંજીવની રથ કાર્યરત કરવામાં આવ્યા છે..

આ પણ વાંચો : Surat : ઉત્તરાયણ દરમિયાન ઘાયલ પક્ષીઓને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે જીવદયા સંસ્થાઓ દ્વારા અભિયાન શરૂ

આ પણ વાંચો : Vadodara: ઓમીક્રોનના કહેર વચ્ચે બ્લેક ફંગસનું સંકટ! વડોદરામાં મ્યુકરમાઈકોસિસના કેસમાં નોંધાયો વધારો

Published On - 7:46 pm, Fri, 14 January 22

Next Article