GUJARAT : મોટાભાગના શહેરોમાં આગ દઝાડતી ગરમી, 8 શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર

|

Apr 07, 2021 | 1:10 PM

GUJARATમાં માર્ચ મહિનાના છેલ્લા સપ્તાહથી ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે. છેલ્લા એક સપ્તાહથી રાજ્યના મોટાભાગના શહેરોમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાઈ રહ્યું છે.

GUJARAT : મોટાભાગના શહેરોમાં આગ દઝાડતી ગરમી, 8 શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર
પ્રતિકાત્મક તસ્વીર

Follow us on

GUJARATમાં માર્ચ મહિનાના છેલ્લા સપ્તાહથી ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે. છેલ્લા એક સપ્તાહથી રાજ્યના મોટાભાગના શહેરોમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાઈ રહ્યું છે. મંગળવારે GUJARATના 8 શહેરોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીથી વધુ નોંધાયું હતું. હવામાન વિભાગે SAURASTRAના કેટલાક વિસ્તારોમાં બે દિવસ HEAT WAVEની આગાહી કરી છે. રાજ્યમાં સૌથી વધુ SURENDRANAGARમાં 41.8 ડિગ્રી, AMRELIમાં 41.5 ડિગ્રી, RAJKOTમાં 41.5 ડિગ્રી, GANDHINAGARમાં 41 ડિગ્રી, AHMEDABADમાં 40.9 ડિગ્રી, DEESAમાં 40.1 ડિગ્રી, VADODARAમાં 40.7 ડિગ્રી અને KANDLA એરપોર્ટનું મહત્તમ તાપમાન 40.8 ડિગ્રી નોધાયું હતુ.

આગામી દિવસોમાં AHMEDABADશહેરનું તાપમાન વધવાની આગાહી

બીજી તરફ હજુ આગામી શનિવાર અને રવિવાર બે દિવસ PORBANDAR અને GIR SOMNATHમાં હિટ વેવની સ્થિતિ રહેશે તેવી હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. AHMEDABAD શહેરમાં મહત્તમ તાપમાનનો પારો આજે 40.9 ડિગ્રી નોધાયો છે, જ્યારે લઘુત્તમ તાપમાન 24.7 ડિગ્રી નોધાયુ છે. શહેરમાં સવારથી જ ગરમીની શરૂઆત થઈ જાય છે. બપોરના સમયે તો ચામડી દઝાડતી ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે. હજુ આગામી દિવસોમાં AHMEDABAD શહેરનું તાપમાન ઉચકાશે તેવુ હવામાન નિષ્ણાંતો જણાવી રહ્યાં છે. બીજી તરફ મોડી રાત્રે ઠંડીનો અહેસાસ પણ થાય છે. રાત્રે ઠંડો પવન ફુંકાતા લોકો રાહત અનુભવી રહ્યાં છે.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

આગામી 48 કલાક આકરા સાબિત થશે
હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ રાજ્યમાં આગામી 48 કલાક આકરા સાબિત થશે અને ગરમીનુ જોર વધશે તો આ તરફ AHMEDABADમાં વધી રહેલા તાપમાનને પગલે હવામાન વિભાગે YELLOW એલર્ટ જાહેર કર્યું છે તો BHAVNAGAR, RAJKOT સહિત BANASKATHAમાં હિટવેવની પણ આગાહી કરવામાં આવી છે. તંત્રએ નાગરિકોને કામ વગર ઘરની બહાર ન નીકળવા અપીલ કરી છે સાથે જ જો ઘરની બહાર નીકળવાનું થાય તો પૂરતી તકેદારી રાખવામાં આવે.

પશુ-પક્ષીઓ માટે કાંકરિયા ZOOમાં વિશેષ વ્યવસ્થા
AHMEDABADમાં ગરમીનો પારો સતત ઉપર જતા કાંકરિયા ZOOમાં વિશેષ વ્યવસ્થા અબોલ પશુ-પક્ષીઓ માટે ઉભી કરવામાં આવી છે. આગ ઓકતી ગરમી સામે પશુ-પક્ષીઓને રક્ષણ મળી રહે તે માટે પ્રાણીસંગ્રાહલ દ્વારા 25 જેટલા કુલર, ગ્રીન નેટ લગાવવાની સાથે પાણીનો છંટકાવ પણ શરૂ કરાયો છે. આ ઉપરાંત વૃક્ષા રોપણની પણ કામગીરી કરવામાં આવી છે. તો તાપમાન 45 ડીગ્રી નોંધતો એન્ટી ઈસ્ટ્રેસ દવા આપવાની પણ તૈયારી ZOO તંત્ર દ્વારા કરવામાં આવી છે.

Next Article