GUJARAT : હડતાળ પર ઉતરેલા ડોક્ટર્સ અને સરકાર સામસામે, જાણો સરકારે શું આદેશ આપ્યા

|

Aug 06, 2021 | 2:02 PM

રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા હડતાળ પર ઉતરેલા તમામ રેસીડેન્ટ ડોક્ટર્સની કોલેજના ડીનને પત્ર લખવામાં આવ્યો  છે અને આદેશ આપવામાં આવ્યો છે

GUJARAT : રાજ્યમાં એક બાજુ રેસીડેન્ટ ડોક્ટર્સ હડતાળ પર ઉતર્યા છે તો બીજી બાજુ સરકાર પણ હવે આકરા પાણીએ છે. ડોકટરોની માંગ છે કે તેમની ડયુટી 1 ની સામે 2 ગણવામાં આવે. જો કે સરકારે સ્પષ્ટતા કરી દીધી છે કે આ લાભ 31 જુલાઈ સુધી જ હતો અને જેમણે પણ કોવીડ ડ્યુટી કરી છે તેમને આ લાભ આપવામાં આવ્યો છે. આમ છતાં ડોકટરોએ નમતું ન જોખતાં હવે સરકારે પગલા લેવાનું શરૂ કર્યું છે.

રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા હડતાળ પર ઉતરેલા તમામ રેસીડેન્ટ ડોક્ટર્સની કોલેજના ડીનને પત્ર લખવામાં આવ્યો  છે અને આદેશ આપવામાં આવ્યો છે કે ડોકટરોની હડતાળના દિવસોને શૈક્ષણિક દિવસોમાં ગણવામાં ન આવે. એટલે કે એ દિવસોનું સ્ટાઈપેન્ડ આ ડોકટરોને નહીં મળે. આરોગ્ય વિભાગે બીજા લેટરમાં કહ્યું છે કે જિલ્લાના CHC – PHC માંથી મેડીકલ ઓફિસરોને હોસ્પિટલ મોકલવામાં આવે જેથી દર્દીઓને મુશ્કેલી ન પડે.

આ પણ વાંચો : ગુજરાતમાં પેટ્રોલપંપના ડિલરો સામે રાજ્ય વ્યાપી દરોડા, SGST વિભાગની 80 પેટ્રોલપંપ પર કાર્યવાહી

આ પણ વાંચો : Khel Ratna Award : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મોટી જાહેરાત, ખેલ રત્ન એવોર્ડ હવે હોકીના જાદુગર મેજર ધ્યાનચંદના નામે અપાશે

Published On - 2:01 pm, Fri, 6 August 21

Next Video