GUJARAT : પોષી પૂર્ણિમાની ધામધૂમથી ઉજવણી, બહુચરાજીમાં શાકોત્સવ, અંબાજીને 1,119 ગ્રામ સોનું ચઢાવાયું
GUJARAT : રાજયભરમાં પોષી પૂર્ણિમાની ધામધૂમથી ઉજવણી થઇ. અંબાજી ખાતે પ્રાગટયોત્સવમાં મા અંબેના જયઘોષથી અંબાજી ધામ ગુંજી ઊઠ્યું હતું.
GUJARAT : રાજયભરમાં પોષી પૂર્ણિમાની ધામધૂમથી ઉજવણી થઇ. અંબાજી ખાતે પ્રાગટયોત્સવમાં મા અંબેના જયઘોષથી અંબાજી ધામ ગુંજી ઊઠ્યું હતું. પોષી પૂનમે બે લાખ જેટલા માઈ ભક્તોએ મા અંબાના દર્શન કર્યા હોવાનું ટ્રસ્ટના સૂત્રોએ જણાવ્યું હતું. કોરોનાને લઇ પોષી પૂનમ એટલે કે મા અંબાનો પ્રાગટ્યોત્સવ ખૂબ જ સાદાઇથી ઉજવાયો. તેમ છતાં શ્રદ્ધાળુઓની શ્રદ્ધા ઓછી થઇ ન હતી. માતાજીના સુવર્ણ શિખરમાં 6 લાખ 6 હજારનું 1119 ગ્રામ સોનું, 4 લાખ 60 હજારના 101 ગ્રામના માતાજીના સુવર્ણ અલંકારોનું દાન મળ્યું હતું.
અંબાજી મંદિર પરિસર ફાઇલ ફોટો
ઉત્તર ગુજરાતમાં બહુચરાજી ખાતે માતાજીને અવનવાં ૩૦થી વધુ લીલાં શાકભાજીનો નયનરમ્ય શણગાર કરાયો. પહેલીવાર કરાયેલા આવા અનોખા શણગારના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી.
બહુચરાજી મંદિર ફાઇલ ફોટો
જ્યારે નડિયાદના સંતરામ મંદિરમાં બોર ઉછાળવાની મનાઈ હોવા છતાં પણ ભક્તો ઉમટી પડયા હતા. વહેલી સવારથી જ ભક્તોએ સંતરામ મંદિરમાં બોર ઉછાળ્યા હતા. સાંજે ભીડ વધી જતા પોલીસને બોર ઉછામણી બંધ કરાવી હતી.
નડિયાદ સંતરામ મંદિર ફાઇલ ફોટો