ગુજરાત પોલીસ બનશે વધુ સુસજ્જ, 11 આધુનિક પોલીસ વાનની ફાળવણી કરાઇ
ગુજરાત પોલીસને ખાસ પ્રકારની 11 વાન મળી છે. જેના ઉપયોગથી તપાસની પ્રક્રિયા વધુ ઝડપી અને સરળ બનશે.
ગુજરાત પોલીસને હવે ગુનો બન્યા બાદ વૈજ્ઞાનિક તપાસ રિપોર્ટ માટે રાહ નહિ જોવી પડે. ગુના સ્થળ પર જ હવેથી વૈજ્ઞાનિક તપાસનો પ્રાથમિક રિપોર્ટ મળી જાય તેવી વાન તૈયાર કરી દેવાઈ છે. મહત્વનું છેકે, આ વાન લૂંટ, હત્યા, દુષ્કર્મ, ડ્રગ્સ, આગ જેવા ગુના ઉકેલવામાં મદદરૂપ બનશે.
પ્રાથમિક ગુનાનો રિપોર્ટ તૈયાર કરવા માટે જ આ ખાસ વાન બનાવવામાં આવી છે. આ વાન ગુનાની પ્રાથમિક તપાસ માટે તમામ પ્રકારના કીટ સાથે તૈયાર કરવામાં આવી છે. હાલમાં દેશના અલગ-અલગ રાજ્યોમાં આ પ્રકારની 55 ખાસ વાન મોકલવામાં આવી છે. રાજ્યના 500થી વધારે પોલીસ મથકોને આ વાનનો લાભ મળશે અને તપાસ પ્રક્રિયામાં વધુ સરળતા રહેશે. ગુજરાત પોલીસને આ ખાસ પ્રકારની 11 વાનની ફાળવણી કરવામાં આવી છે.
આ પણ વાંચો: Surat: કોરોનાની ત્રીજી લહેરનો વિદ્યાર્થી સંગઠનોમાં ભય, ઓફલાઈન પરીક્ષાનો વિરોધ કર્યો
Published on: Jul 03, 2021 01:00 PM
