GUJARAT : પોલીસ વિભાગે 2 મહિનામાં 45 કરોડથી વધુનો દંડ વસુલ્યો, જાણો ક્યાં શહેરમાં કેટલો દંડ ઉઘરાવ્યો
રાજ્યના વિવિધ વિસ્તારમાં માસ્ક નહીં પહેરવા બદલ તેમજ જાહેરમાં થૂંકવા બદલ દંડ કરવામાં આવ્યો છે. છેલ્લા બે માસ એટલે કે જૂન અને જુલાઈ માસમાં રાજ્યમાંથી રૂપિયા 45 કરોડની માતબર રકમની દંડની વસુલાત કરવામાં આવી છે.
GUJARAT : રાજ્યમાં પોલીસ વિભાગે કુલ રૂપિયા 45 કરોડ 17 લાખથી વધુ રકમ માત્ર દંડની વસુલ કરી છે અને આ દંડ માત્ર 2 મહિનામાં ઉઘરાવવામાં આવ્યો છે. રાજ્યના વિવિધ વિસ્તારમાં માસ્ક નહીં પહેરવા બદલ તેમજ જાહેરમાં થૂંકવા બદલ દંડ કરવામાં આવ્યો છે.કોરોનાની બીજી લહેર પૂરી થઈ છે અને ત્રીજી લહેર આવવાની સંભાવના અંગે આગાહી કરવામાં આવી રહી છે. ત્યારે માત્ર છેલ્લા બે માસ એટલે કે જૂન અને જુલાઈ માસમાં રાજ્યમાંથી રૂપિયા 45 કરોડની માતબર રકમની દંડની વસુલાત કરવામાં આવી છે.
દંડની રકમ અંગે રાજ્યના મુખ્ય શહેરની વાત કરવામાં આવે તો અમદાવાદમાં છેલ્લા 2 મહિનામાં કુલ 10 કરોડ 72 લાખથી વધુ રકમ વસુલવામાં આવી છે. વડોદરા શહેરની વાત કરવામાં આવે તો કુલ 2 કરોડ 68 લાખીથી વધુ રકમ ઉઘરાવવામાં આવી છે. સુરત શહેરમાં 4 કરોડ 17 લાખથી વધુ રકમ દંડ પેટે લેવામાં આવી છે.રાજકોટમાં 6 કરોડ 56 લાખ રૂપિયાનો દંડ ઉઘરાવવામાં આવ્યો છે.
આ પણ વાંચો : BHAVNAGAR : ધોરણ-12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન છતાં યુનિવર્સિટીની કોલેજોમાં બેઠકો રહેશે ખાલી, જાણો કારણ