
Gujarat Municipal Election Result 2021: ગુજરાતમાં 21 ફેબ્રુઆરીના રોજ યોજાયેલી 6 સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામ આવી રહ્યા છે. તેની સાથે જ વડોદરાના વોર્ડ 16માં કોંગ્રેસના ચંદ્રકાંત શ્રીવાસ્તવ અને અલકાબેન પટેલની જીત થઈ છે. કોંગ્રેસ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ 2,692 મતથી જીત્યા હતા. તેમજ ચંદ્રકાંત શ્રીવાસ્તવ સતત 8મી વાર જીત્યા છે. આ વોર્ડમાં ભાજપના ઘનશ્યામ સોલંકી અને સ્નેહલ પટેલની જીત છે. આ ઉપરાંત વડોદરામાં ભાજપને મોટો આંચકો લાગ્યો છે. જેમાં વડોદરાના વોર્ડ નંબર 1માં કોંગ્રેસની આખી પેનલની જીતી છે. જેમાં કોંગ્રેસના અમિ રાવત, પુષ્પા વાઘેલા, જહા ભરવાડ અને હરેશ પટેલનો વિજય થયો છે.