GUJARAT : રાજ્યમાં મહત્તમ રસીકરણના ઉદ્દેશ સાથે મેગા ડ્રાઇવ શરૂ, 10 હજારથી વધુ બુથ પર રસીકરણનો પ્રારંભ

|

Sep 17, 2021 | 12:47 PM

આજે આ ડ્રાઇવ દરમ્યાન 7,500 જેટલા ગામડાઓમાં 100 ટકા રસીકરણ પૂર્ણ કરી દેવાનો લક્ષ્યાંક છે. આ મેગા ડ્રાઇવ દરમ્યાન 35 લાખથી વધુ લાભાર્થીઓને આવરી લેવાનું આયોજન છે.

GUJARAT : રાજ્યમાં મહત્તમ રસીકરણના ઉદ્દેશ સાથે મેગા ડ્રાઇવ શરૂ, 10 હજારથી વધુ બુથ પર રસીકરણનો પ્રારંભ
GUJARAT: Mega drive launched with the objective of maximum vaccination in the state

Follow us on

કોરોના રસીકરણમાં (Corona vaccination)ગુજરાત રાજ્યનું પર્ફોમન્સ શ્રેષ્ઠ રહ્યું છે. ત્યારે મહત્તમ રસીકરણ કરી સૌના સાથ થકી (GUJARAT) રાજ્યને કોરોનામુક્ત બનાવવાના ઉદ્દેશ સાથે આજે તા.17મી સપ્ટેમ્બરના રોજ સમગ્ર રાજ્યમાં આરોગ્ય વિભાગ દ્વારા કોવિડ-19 રસીકરણની (Corona vaccination) મેગા ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે.

સમગ્ર મેગા ડ્રાઇવના આયોજન અને તૈયારીઓ અંગે રાજ્યના મુખ્ય સચિવ પંકજકુમારે ગઇકાલે ગુરુવારે વિડીયો કોન્ફરન્સ (Video conferencing)મારફતે તમામ જિલ્લા કલેક્ટર અને મ્યુનિ.કમિશનર સાથે સંવાદ કરી જરુરી સુચનાઓ આપી હતી. આજે સવારથી રાજ્યભરમાં મેગા ડ્રાઇવ માટે ઉભા કરાયેલા 10 હજારથી વધુ બુથ પર રસીકરણનો ઉત્સાહભેર પ્રારંભ થઇ ગયો છે. સમગ્ર કામગીરી પર સવારથી મુખ્ય સચિવ પંકજ કુમાર નજર રાખીને તેની જરૂરી સમીક્ષા કરી રહ્યા છે.

મેગા ડ્રાઇવ દરમ્યાન 7,500 જેટલા ગામડાઓમાં 100 ટકા રસીકરણ પૂર્ણ કરી દેવાનો લક્ષ્યાંક

ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?

આજે આ ડ્રાઇવ દરમ્યાન 7,500 જેટલા ગામડાઓમાં 100 ટકા રસીકરણ પૂર્ણ કરી દેવાનો લક્ષ્યાંક છે. આ મેગા ડ્રાઇવ દરમ્યાન 35 લાખથી વધુ લાભાર્થીઓને આવરી લેવાનું આયોજન છે. (Mega drive)મેગા ડ્રાઇવમાં સમગ્ર રાજ્યમાં પ્રથમ ડોઝ માટે બાકી લાભાર્થી અને બીજા ડોઝ માટે બાકી રહેલા લાભાર્થીને રસીકરણ સેવા આપવામાં આવનાર છે.

ઉલ્લેખનીય છે કે, સમગ્ર દેશમાં અને (GUJARAT)  રાજ્યમાં તા. 16મી જાન્યુઆરી, 2021ના રોજ કોવિડ-19 રસીકરણ કામગીરીની શરૂઆત કરવામાં આવી હતી. સમગ્ર દેશમાં ફ્રન્ટ લાઇન વર્કરોનું રસીકરણ શરૂ કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય છે. તા. 15 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં કુલ 5.33 કરોડ રસીના ડોઝ આપી દેવામાં આવ્યા છે. રાજ્યમાં પ્રતિ દસ લાખ વસ્તીએ 8,34, 787 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. દેશમાં મોટા રાજ્યોમાં ગુજરાત અગ્રેસર સ્થાન ધરાવે છે.

35 લાખથી વધુ લાભાર્થીઓને આવરી લેવાનુ આયોજન

Gujarat રાજ્યમાં કુલ 5,906 ગામડાઓ, 104 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, 14 શહેરી આરોગ્ય કેન્દ્ર તથા 17 તાલુકાઓમાં તમામ 18 વર્ષથી ઉપરના વ્યક્તિઓને રસીનો પ્રથમ ડોઝ આપી 100 ટકા રસીકરણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં કોવિડ-19 રસીના સ્ટોરેજ 6 ઝોન કક્ષાના વેકસીન સ્ટોર, 41 જિલ્લા કોર્પોરેશન કક્ષાના સ્ટોર તથા 2236 કોલ્ડ ચેઇન પોઇન્ટ હાલની પરિસ્થિતિએ ઉપલબ્ધ છે. કોવિડ રસીકરણ કાર્યક્રમ માટે રાજ્યમાં 12,000 થી વધુ તાલીમબધ્ધ વેક્સીનેટર ઉપલબ્ધ છે.

 

આ પણ વાંચો : Ahmedabad: પીએમ મોદીના જન્મ દિવસે મેગા રસીકરણ અભિયાન,એએમટીએસ અને બીઆરટીએસ બસ સ્ટેન્ડ પર વ્યવસ્થા

આ પણ વાંચો : IPL 2021: વિરાટ કોહલીને ટુર્નામેન્ટ શરુ થયા પહેલા એક બાદ એક 5 ઝટકા લાગી ચૂક્યા છે, આ ખેલાડીઓ ટીમમાંથી ખસી ગયા છે

Next Article