Gujarat માં માલધારી મહાપંચાયત આકરા પાણીએ, ગાયો અને ગોવાળના પ્રશ્નોને લઈને સૌરાષ્ટ્રમા સંમેલનો યોજશે

|

May 28, 2022 | 9:58 PM

નાગજી દેસાઈએ જણાવ્યું કે આંદોલનના ભાગ રૂપે આગામી 30 મેથી 1 જૂન દરમ્યાન ગુજરાત માલધારી મહાપંચાયત સમિતિ રાજકોટ, સુરેન્દ્રનગર, જામજોધપુર, દ્વારકા,પોરબંદર,વેરાવળ,કેશોદ સહિતના વિસ્તારોમાં ગ્રુપ મીટીંગો તેમજ માલધારી મહાસંમેલનો યોજીને માલધારી સમાજના તેમજ ગાયોના પ્રશ્નોને ઉજાગર કરવાના પ્રયાસ કરશે.

Gujarat માં માલધારી મહાપંચાયત આકરા પાણીએ, ગાયો અને ગોવાળના પ્રશ્નોને લઈને સૌરાષ્ટ્રમા સંમેલનો યોજશે
Cow
Image Credit source: File Image

Follow us on

ગુજરાત(Gujarat) માલધારી મહાપંચાયતના(Maldhari Mahapanchayat)  પ્રવકતા નાગજી દેસાઈ એ જાહેરાત કરતા જણાવ્યું કે ગુજરાત વિધાનસભામાં ગાયોના ગૌચર(Gauchar)ગળી જવા લાવવામાં આવેલો કાળો કાયદો(Law)રદ કરવા તેમજ માલધારીઓના વિવિધ પ્રશ્નોને ઉજાગર કરવા તેઓ આંદોલન ચલાવી રહ્યા છે. જેને લઈને તેઓએ અગાઉ ધરણા. રેલી જેવા કાર્યક્રમો પણ આપ્યા. સાથે જ સરકારને જરૂરી રજુઆત પણ કરી. જોકે સરકારે તેમાં ધ્યાન નહિ આપતા ગુજરાત માલધારી મહાપંચાયતની રચના કરવામાં આવી અને આંદોલન ની જાહેરાત કરાઈ. જેમાં સૌ પ્રથમ માલધારી સમાજમાં નવા કાયદાના નુકશાન અને ફાયદા અંગે માહિતી આપતી પત્રિકા વિતરણ શરૂ કરાયુ અને હવે તેઓએ સંમેલનની જાહેરાત કરી છે. જેની સાથે પત્રિકા આંદોલન પણ શરૂ રહેશે.

નાગજી દેસાઈએ જણાવ્યું કે આંદોલનના ભાગ રૂપે આગામી 30 મેથી 1 જૂન દરમ્યાન ગુજરાત માલધારી મહાપંચાયત સમિતિ રાજકોટ, સુરેન્દ્રનગર, જામજોધપુર, દ્વારકા,પોરબંદર,વેરાવળ,કેશોદ સહિતના વિસ્તારોમાં ગ્રુપ મીટીંગો તેમજ માલધારી મહાસંમેલનો યોજીને માલધારી સમાજના તેમજ ગાયોના પ્રશ્નોને ઉજાગર કરવાના પ્રયાસ કરશે.નાગજીભાઈ દેસાઈ વધુમાં જણાવ્યુ કે આ તારીખ દરમ્યાન આ સંમેલનોમાં માલધારી સમાજના સંતો, મહંતો, ભુવાઆતા, ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ, ધારાસભ્ય લાખાભાઈ ભરવાડ અને રાજકીય સામાજીક આગેવાનો તેમજ મોટી સંખ્યામાં માલધારી સમાજ ઉપસ્થિત રહેશે.

આ સંમેલનમાં સમાજને એકઠો કરવો. સમાજમાં જાગૃતિ લાવવા પ્રયાસ. કાયદા અંગે શુ કરી શકાય. સરકારને રજુઆત કરવી. કેવા કેવા કાર્યક્રમો આપવા. આંદોલન કેવી રીતે આગળ વધારવું વગેરે જેવા મુદાઓ અંગે ચર્ચા થશે. તેમજ ગુજરાત માલધારી મહાપંચાયત સમિતિએ આગામી દિવસમાં ધારાસભ્યોનો ઘેરાવ કરવાનું પણ વિચારી રહી છે. જે મુદ્દે પણ આ સંમેલનમાં નિર્ણય લેવાઈ શકે છે.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

નાગજી દેસાઈએ જણાવ્યું કે આંદોલનના ભાગ રૂપે આગામી 30 મેથી 1 જૂન દરમ્યાન ગુજરાત માલધારી મહાપંચાયત સમિતિ રાજકોટ, સુરેન્દ્રનગર, જામજોધપુર, દ્વારકા,પોરબંદર,વેરાવળ,કેશોદ સહિતના વિસ્તારોમાં ગ્રુપ મીટીંગો તેમજ માલધારી મહાસંમેલનો યોજીને માલધારી સમાજના તેમજ ગાયોના પ્રશ્નોને ઉજાગર કરવાના પ્રયાસ કરશે.

Published On - 6:46 pm, Sat, 28 May 22

Next Article