Gujarat : કમોસમી વરસાદને કારણે લોકરક્ષક દળની શારીરિક કસોટી મોકુફ રખાઇ, જાણો કયાં-કયાં સ્થળે કસોટી મોકુફ રહી ?

|

Dec 02, 2021 | 4:09 PM

વરસાદને કારણે આજ સવારથી જ ઉમેદવારોના મનમાં અનેક સવાલો સળવળી રહ્યા હતા. તેવામાં આજે ઉચ્ચ પોલીસ અધિકારીએ વરસાદ બાદની સ્થિતિને સમીક્ષા કર્યા બાદ ટ્વીટ કરીને બે ગ્રાઉન્ડની તા.૩ અને તા.૪ ની શારીરિક કસોટીઓ રદ કરાઇ હોવાનું ટ્વીટ કરતા જ ઉમેદવારો મુંઝવણમાં મૂકાયા હતા.

Gujarat : કમોસમી વરસાદને (Unseasonal rains) લઈને ભરતી પ્રક્રિયાને અસર થઇ છે. કમોસમી વરસાદને પગલે (LRD)લોકરક્ષક દળની વધુ 6 સ્થળે શારીરિક કસોટી (Physical test) મોકૂફ રાખવાની ફરજ પડી છે. જેમાં ભરૂચ, ખેડા, સુરેન્દ્રનગર અને અમરેલીમાં કસોટી મોકૂફ રખાઇ છે. વાવ-સુરત અને નડિયાદના મેદાન પર પણ કસોટી નહીં લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે 3 અને 4 ડિસેમ્બરે યોજાનારી શારીરિક કસોટી (Physical test) મોકૂફ રખાઈ છે. હવે નવી તારીખોની (New date) આગામી દિવસોમાં જાહેર કરાશે.

પોલીસ ભરતીની તારીખો જાહેર થતા જ તેમજ શારીરિક કસોટીના (Physical test)કોલલેટરો પણ વેબસાઇટમાં અપલોડ કરી દેવામાં આવતા ઉમેદવારોમાં પરીક્ષાને લઇને ભારે ઉત્સાહ છે. તેવામાં રાજ્યમાં વાતાવરણમાં અચાનક પલટો આવી જતા અને આગામી બે દિવસ સુધી ગુજરાતભરમાં ભારે વરસાદ પડવાની સંભાવનાને જોતા ઉમેદવારોમાં ચિંતા પ્રસરી જવા પામી છે.

વરસાદને કારણે આજ સવારથી જ ઉમેદવારોના મનમાં અનેક સવાલો સળવળી રહ્યા હતા. તેવામાં આજે ઉચ્ચ પોલીસ અધિકારીએ વરસાદ બાદની સ્થિતિને સમીક્ષા કર્યા બાદ ટ્વીટ કરીને બે ગ્રાઉન્ડની તા.૩ અને તા.૪ ની શારીરિક કસોટીઓ રદ કરાઇ હોવાનું ટ્વીટ કરતા જ ઉમેદવારો મુંઝવણમાં મૂકાયા હતા.

હવે આ તારીખના ઉમેદવારોની શારીરિક કસોટી ક્યાં અને ક્યારે લેવાશે ? તે પ્રશ્ન ચર્ચામાં રહ્યો હતો. જોકે હાલ પુરતી આ બંને દિવસની રદ કસોટીઓની નવી તારીખો જાહેર કરાઇ નથી. જે આગામી દિવસમાં જાહેર થશે.

નોંધપાત્ર છેકે અમદાવાદમાં રહેતા ઉમેદવારોની શારીરિક કસોટી માટે ગુજરાતભરના ગ્રાઉન્ડો ફાળવાયા છે. રાજકોટ, ભરૂચ તથા ગાંધીનગરના મેદાનમાં મહિલાઓની પરીક્ષા લેવાનારી છે.

Next Video