Gujarat: ફરી એકવાર ખેડૂતો માટે મુશ્કેલી બનશે માવઠુ! આજથી 2 ડિસેમ્બર સુધી વરસાદની આગાહી

|

Nov 30, 2021 | 8:14 AM

Gujarat: રાજ્યમાં ફરી એકવાર ખેડૂતો માટે મુશ્કેલી બનીને માવઠુ આવી રહ્યું હોવાની આગાહી કરવામાં આવી છે. આજથી 2 ડિસેમ્બર સુધી વરસાદની આગાહી છે.

Gujarat: રાજ્યમાં ફરી એકવાર માવઠુ ખેડૂતો માટે મુશ્કેલી લઈને આવી શકે છે. રાજ્યમાં ફરી કમોસમી વરસાદ (Unseasonal Rain) પડે તેવી હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે. આજથી 2 ડિસેમ્બર સુધી માવઠુ પડે તેવી આગાહી કરાઈ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણ પર તેની અસર વર્તાશે. જેના ભાગરૂપે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ પડશે. 1 ડિસેમ્બરે અરબી સમુદ્રમાં લૉ-પ્રેસર સર્જાશે. જેના કારણે ભારેથી અતિભારે વરસાદ પડી શકે.

જ્યારે કે 2 તારીખે પણ ભારે વરસાદ પડશે. મહત્વનું છે કે, માવઠાના કારણે સૌથી મોટો ફટકો ખેડૂતોને પડે છે. માવઠાના કારણે પાકને નુકસાન થતા ખેડૂતોની કફોડી થઈ જાય છે. ત્યારે ખેડૂતોને પણ પાક સુરક્ષિત સ્થાને રાખવા સૂચના અપાઈ છે.

જણાવી દઈએ કે IMD અનુસાર, ગુજરાતમાં 1-2 ડિસેમ્બરે ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. આણંદ, ભરૂચ, નવસારી, વલસાડ, અમરેલી અને ભાવનગરમાં 1લી ડિસેમ્બર માટે ઓરેન્જ એલર્ટ અને 2જી ડિસેમ્બર માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે માછીમારો માટે 5 દિવસની ચેતવણી પણ આપવામાં આવી છે.

 

આ પણ વાંચો: Rajkot: ગ્રામ પંચાયતની ચૂંટણી માટે દિવ્યાંગે ભર્યું ફોર્મ, ડિપોઝિટ પેટે 2 હજારના સિક્કાનો કરી દીધો ઢગલો

આ પણ વાંચો: વાપી નગરપાલિકાની ચૂંટણીનું આજે પરિણામ, 43 બેઠકો પર ત્રિપાંખીયા જંગમાં કોણ મારી જશે બાજી?

Published On - 8:14 am, Tue, 30 November 21

Next Video